કેનાલ મા પડી કાર પણ આ એક કારણ સર પાણી મા ડુબી નહી, ચમત્કારીક રીતે યુવક નો બચાવ થયો

ઘણી ઘટના ઓ એવી બને છે જે ચમત્કાર થી કમ નથી. અવાન નવાર એકસીડન્ટ અને પાણી મા ડુબી જવાની ઘટના ઓ સામે આવતી હોય છે અને કોઈ નો જીવ પણ જાતો હોય છે. ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી રહી છે જેમા એક કાર ચાલક પોતાનુ નિયંત્રણ ગુમાવતા કાર સાથે કેનાલ મા પડી જાય છે છતા તેનો ચમત્કારીક રીતે બચાવ થાય છે અને વિડીઓ સોસિયલ મીડીયા વાયરલ થય રહ્યો છે.

જો વાયરલ વિડીઓ ની વાત કરવામા આવે તો કહેવામાં આવી રહ્યુ છે કે આ વિડીઓ હિમાચલ પ્રદેશમાં બગ્ગી-ધનોટૂ રસ્તાની બાજુવાળી કેનાલ નો છે જેમા એક કાર દૂર્ઘટનાનો શિકાર બની હતી. ડ્રાઇવરે કારનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર સીધી કેનાલમાં પડી હતી. કેનાલમાં પડતા જ કાર ડુબવાના બદલે તરવા લાગી હતી. આ દરમિયાન કાર ચાલક બહાર નીકળીને તરીને પોતાનો જીવ બચાવવા સફળ રહ્યો હતો. જ્યારે કાર પાણીના કેનાલમાં ઘણા દૂર સુધી ગઈ હતી અને સુંદરનગર કંટ્રોલ ગેટ પાસે જઈને અટકી હતી.

કાર ઘણા કીલો મિટર સુધી કેનાલ મા તરતી રહી હતી તેનુ કારણ એ હતુ કે કાર મા રહેલી એરબેગ ખુલી ગઈ હતી અને જેનો ફાયદો કાર ચાલક ને પણ થયો હતો. કાર ડુબી ના હોવાથી કાર ચાલક ને કાર માથી બહાર નીકળવાનો સમય મળી ગયો હતો અને પોતાનો જીવ પણ બચ્યો હતો.


સોસિયલ મીડીયા પર વાયરલ થયેલા આ વિડીઓ ને લઈ ને લોકો અલગ અલગ ટીપ્પણી કરી રહયા છે અને ડ્રાઈવર ની સમય સુચકતા અને તરતા આવડતુ હોવાને કારણે જીવ બચ્યો હતો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *