કેન્સર અને કોરોનાને હરાવી હવે આ યુવતી સમાજસેવાનું કામ શરૂ કર્યું.
કોરોનાએ વિશ્વનાં તમામ લોકોનું જીવન બદલી નાખ્યું છે, ખાસ કરીને આપણા ભારતમાં અને ગુજરાતમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિ સર્જાય છે. આજે આપણે સૌ કોઈ આ ઘટના દરમિયાન દરેક કોરોના વોરિયર્સનાં કિસ્સાઓ સાંભળી રહ્યા છે ત્યારે આજે અમે એક એવી યુવતી વિશે જણાવીશું જેણે કેન્સર અને ત્યારબાદ કોરનને તો હરાવ્યો પરતું હવે ખૂબ લોકોના જીવ બચાવવા લોકોની મદદ કરવા જવાનું પગલું ભર્યું.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વડોદરામાં રહેતી એક યુવતીએ 12 સાયન્સની પરીક્ષા આપ્યા બાદ કેન્સરની સારવાર લીધી હતી અને ત્યારબાદ તેને કોરોનાને પણ મહાત આપી હતી અને હવે તેને પોતાનું જીવન સમાજની સેવામાં સમર્પિત કરવાનો નિર્ધાર કર્યો.
આ યુવતીનું નામ છે નૂપુર અને રિપોર્ટ અનુસાર વડોદરાના ગોરવા વિસ્તારમાં પરિવારની સાથે રહેતી નુપૂર નામની યુવતીએ ગત વર્ષે 12 સાયન્સની પરીક્ષા આપી હતી પરીક્ષા આપ્યા બાદ તેને કેન્સર હોવાનું સામે આવ્યું હતું તેથી તેને હોસ્પિટલમાં કેન્સરની સારવાર લીધી હતી.
કેન્સરની સારવાર દરમિયાન ગત નવેમ્બર મહિનામાં નૂપુરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેના કારણે તેને 15 દિવસ પોતાના ઘરમાં જ હોમ ક્વોરેન્ટાઈન કરીને સારવાર આપવામાં આવી રહી હતી. નૂપુરે 15 દિવસના સમયમાં કોરોના પર પણ વિજય મેળવ્યો અને તેને કેન્સર અને કોરોનાની એકસાથે હરાવીને નૂપુર હવે બેઠી નથી રહેવા માંગતી પરતું તેને કોરના દર્દીઓ માટે સેવા કરવાનું વિચાર્યું છે.