Health

કેરી આયુવૈદિક દ્રષ્ટિ લાભદાયી! પુરુષો માટે છે, અમૃત સમાન.

હાલમાં કેરીની સિઝન ચાલી જ રહી છે, ત્યારે ચાલો જાણીએ કે, ક્યાં ક્યાં રોગોમાં કેરી ખૂબ જ લાભદાયક છે.
આમ તો કેરી અનેક રીતે આપણને ઉપયોગી છે જેમાં કેરીનું આથણું થી લઈને મુખવાસ બને છે પણ ચાલો હવે સ્વાથ્ય રીતે જાણીએ કે, કેરી થી ક્યાં ક્યાં લાભો થાય છે.

પાકી કેરી કરતા કાચી કેરી વધુ લાભદાયી છે. કાચી કેરીને છાલ છોલી કાઢી તડકામાં ખૂબ જ સુકવેલ હોય તો તે સુકવણી આમચુર ખાટી, મધુર, તુરી અને મળને તોડનાર અને કફ તથા વાયુને મટાડનાર થાય છે.

કાચી કેરી કાયફળ કડવું, તીખું, ત્રું અને ગરમ છે. એ વાયુ અને કફના રોગોમાં હિતાવહ છે. વળી એ વીર્યની શુદ્ધિ કરનાર, વેદના સ્થાપન કરનાર, રુચિકારક, ખાંસી, દમ, તાવ, શરદી અને મુખરોગોનો નાશ કરે છે. અતિસાર અને ગળું સૂજી જાય એમાં પણ ઉપયોગી છે. ઔષધમાં કાયફળની છાલનું ચૂર્ણ વપરાય છે, જે અડધીથી પોણી ચમચી જેટલું મધ સાથે ચાટવામાં આવે છે.

એક ચમચી છાલનો ભૂકો કરી તેનો ઉકાળો સવાર-સાંજ પીવો. (૧) કાયફળ, કાળા તલ અને કેસર સમાન ભાગે લઈ ગોળમાં ગોળી બનાવી લેવાથી માસિકનો દુ:ખાવો મટે છે તથા માસિક સાફ આવે છે. (૨) મધ સાથે કાયફળ લેવાથી દમમાં રાહત થાય છે. (3) દહીં સાથે કાયફળ લેવાથી અતિસાર મટે છે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!