Religious

કોઈની સાથે મિત્રતા કરતા પહેલા, ચાણક્યની આ વાત જીવનમાં ઉતારી લો

આચાર્ય ચાણક્ય અનુસાર જીવનમાં માત્ર એ જ લોકો સાથે દોસ્તી કરવી જોઈએ કે જે આપના કામ આવી શકે. ક્યારેય એ લોકો સાથે દોસ્તી ન કરશો કે, જે બુદ્ધિમાન હોય અને હંમેશા ગુસ્સો કરતા હોય. કયા વ્યક્તિ સાથે દોસ્તી કરવામાં આવે અને કઈ રીતે કોઈને ઓળખી શકાય, તે મામલે આચાર્ય ચાણક્યએ વિસ્તારથી જાણકારી આપી છે. એટલા માટે જ્યારે પણ આપ કોઈની સાથે દોસ્તી કરો તો નીચે જણાવેલી બાબતો જીવનમાં ઉતારી લો.

આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિના પાંચમા અધ્યાયના બીજા શ્લોકમાં લખ્યું છે કે,

यथा चतुर्भिः कनकं परीक्ष्यते निर्घर्षणं छेदनतापताडनैः।
तथा चतुर्भिः पुरुषं परीक्ष्यते त्यागेन शीलेन गुणेन कर्मणा।।

આ શ્લોકનો અર્થ છે કે, ઘસવા, કાપવા, તપવા અને ઘાટ ઘડવા માટે તેના પર જે પ્રહાર થાય છે તેનાથી સોનાની પરખ થાય છે બીલકુલ એ જ રીતે માણસની પણ ઓળખ થાય છે. કોઈ વ્યક્તિ કેટલો ત્યાગ કરે છે, તેનું ચરિત્ર કેવું છે, તેના ગુણ અને કર્મ શું છે? તેની મદદથી તેની ઓળખ થઈ શકે છે.

  1. ત્યાગની ભાવનાઃ કોઈપણ વ્યક્તિની ઓળખ કરતા પહેલા તમે એ જાણી લ્યો કે તેની અંદર ત્યાગની ભાવના છે કે નહી. જે લોકો ત્યાગની ભાવના રાખે છે તે ક્યારેય કોઈને દુઃખ નથી પહોંચાડતા. જે વ્યક્તિ બીજાની ખુશીઓ માટે પોતાની ખુશીઓ ત્યાગી દે તે સારો વ્યક્તિ હોય છએ. આ લોકો બધા માટે સારુ વિચારે છે અને કોઈનું કંઈ જ ખરાબ નથી કરતા.
  2. ચરિત્રઃ મનુષ્યના ચરિત્રની મદદથી પણ તેની ઓળખ થઈ શકે છે. ચાણક્ય કહે છે કે, જે લોકોનું ચરિત્ર બેદાગ હોય છે જેઓ સાચુ બોલે છે કોઈની ટિકાથી દૂર રહે છે અને મનમાં ક્યારેય ખોટી ભાવના નથી રાખતા તેઓ સારા વ્યક્તિ સાબિત થઈ શકે છે.
  3. ગુણઃ કોઈ વ્યક્તિને પરખવા માટે તેના ગુણોને જરૂર જોવો. જે વ્યક્તિ વારંવાર ખોટુ બોલે છે, બીજાનું અપમાન કર છે અને જેનામાં અહંકારની ભાવના છે એવા લોકોથી દૂર રહો.
  4. કર્મ – માણસના કર્મ એક એવી વસ્તુ છે કે તેની મદદથી તેમના વિશે ખૂબ જાણી શકાય છે. જે લોકો સારા કર્મ કરે છે તેમનું દિલ સાફ હોય છે. આ પ્રકારે જે લોકોના કર્મ બેકાર હોય તેઓ સદાય અન્ય લોકોને દુઃખ પહોંચાડે છે. જે લોકોના પેટમાં પાપ હોય છે તે લોકો સાથે દોસ્તી કરવા માટે માત્ર આપને નુકસાન જ નથી થતું પરંતુ આ લોકો આપને ખૂબ મોટી હાની પહોંચાડી શકે છે.

કોઈપણ વ્યક્તિ સાથે દોસ્તી કરતા પહેલા ઉપર દર્શાવેલા મુદ્દાઓ આપ ચકાસી લો. કોઈને પરખો, જાણો, અને જો આ પ્રકારના ગુણ હોય તો જ તેની સાથે દોસ્તી કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!