કોરોનાકાળમાં ભારતના ત્રણ યોદ્ધાઓએ દાનની વર્ષા કરી!
હાલમાં કોરોનાની મહામારીમાં સૌ કોઈ પોતાની યથા શક્તિ મુજબ યોગદાન આપી રહ્યા છે. ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે સૌ પોતાનું કોરોનાની મહામારીમાં દાન આપી રહ્યા છે ત્યારે આજે આપણે ભારતના સૌથી ત્રણ મહાન દાનવીર યોદ્ધાઓ વિશે આજે આપણે જાણીશું જેને કોરોનાની માહામારીમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ચાલો ત્યારે જાણીએ કે આ ત્રણ મહાન વ્યક્તિઓ કોણ છે.
હાલમાં રતન ટાટા ભારતમાં આશીર્વાદરૂપ બન્યા છે.
ટાટા સ્ટીલમાંથી રોજ ૩૦૦ ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, બિહાર અને બંગાળની હોસ્પિટલોમાં મોકલાઇ રહ્યો છે.
જિંદલ સ્ટીલ એન્ડ લિમિટેડના ઓડિશા અને છત્તીસગઢમાં આવેલા યુનિટમાંથી હોસ્પિટલોને ઓક્સિસન પૂરો પાડવામાં આવી રહ્યો છે.ખરેખર હાલમાં તમામ લોકો માટે આ સેવા આશીર્વાદરૂપ બની રહેશે.
દેશના સૌથી ધનિક વ્યક્તિઓ ગણાતા મુકેશ અંબાણી ખરા સમયે પોતાની સેવાઓ આપી છે ત્યારે દેશ ભરમાં આ સેવાની ચર્ચાઓ થઇ રહી છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજ લિમિટેડ રોજ ૭૦૦ ટન કરતા વધારે મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી કોરોનાથી જે સૌથી પ્રભાવિત રાજ્યો છે ત્યાં મોકલી રહી છે