કોરોનાથી બચવા ક્યાં સપ્લીમેન્ટ અને વિટામિન જરૂર જાણો.
જે લોકોની રોગ પ્રતિકારકશક્તિ વધારે હોય તેમને કોરોના થવાની સંભાવના નહિવત છે પરંતુ સલામત રહેવું જોઈએ. હાલમાં ઇમ્યુનિટી પાવર વધારવા માટે વિટામિન સી, ઝીંક, ગ્રીન ટી, વિટામીન ડી અથવા ઈકીનેસિયા ખાવાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે.
આજે અમે આપણને જણાવીશું કે યુકેમાં ગયા વરખતે લોકડાઉનના પહેલા વિટામીન સીની ગોળીઓનું વેચાણ 110 ટકા વધી ગયું હતું. તે સિવાય મલ્ટીવિટામીનની ગોળીઓ 93 ટકા વધારે વેચાઈ હતી. જ્યારે ઝીંકની ગોળીઓનું વેચાણ તો રેકોર્ડ બ્રેક 415 ટકા જેટલું વધેલું જોવા મળ્યું હતું. જોકે કેટલાંક વૈજ્ઞાનિકો અને હેલ્થ એક્સપર્ટ્સ માને છે કે કોરોનાના ખતરાથી બચવામાં વિટામીન ડી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ તેને લઈને હજુ પણ દુનિયાભરમાં વિવાદ છે.
NNEDPro ગ્લોબલ સેન્ટર ફોર ન્યૂટ્રીશન એન્ડ હેલ્થના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર સુમંત્ર રેએ કહ્યું છે કે અમને ખબર છે કે વિટામીન ડી જેવા ઘણા માઈક્રોન્યૂટ્રિએન્ટ્સ છે જે શરીરની ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરી શકે છે. તે મજબૂત ઈમ્યુન સિસ્ટમ જ શરીરને બીમારીઓથી બચાવે છે. સુમંત્ર રેએ કહ્યું છે કે હજુ સુધી એવા કોઈ સબૂત મળ્યા નથી કે કોઈ પણ સપ્લીમેન્ટ્સથી કોઈ બીમારીનો ઈલાજ થાય પરંતુ બીએમજે ન્યૂટ્રિશન પ્રિવેન્શન એન્ડ હેલ્થ જરનલમાં પ્રકાશિત થયેલી એક સ્ટડીથી આ વાત પર પ્રકાશ નાખવામાં આવ્યો છે કે કયું વિટામીન તમને ખરેખરમાં કોરોના વાયરસથી સુરક્ષા આપે છે.