અક્ષય કુમારે કોરોનાની મહામારીમાં આ ભાજપ નેતાને આપ્યું 1 કરોડનું દાન! જાણો કોણ છે નેતા.
હાલના સમયમાં કોરોનાની મહામારી સૌ કોઈ યથા યોગ્ય શક્તિ મુજબ કોરોના માહામારીમાં દર્દીઓનાં લાભાર્થે દાન આપી રહ્યા છે, ત્યારે હાલમાં જ બોલીવુડના અભિનેતા અક્ષય કુમારે ક્રિકેટર ગૌતમ ગંભીરની એક સંસ્થાને દાન આપ્યું છે અને ખરેખર તમે જ્યારે દાનની રકમ જાણશો ત્યારે તમે ચોકી જશો.
આપણે સૌ કોઈ જાણીએ છે કે અક્ષય કુમાર બોલિવુડનો સૌથી લોકપ્રિય અભિનેતા છે અને તેની એક્ટિંગમાં લીધે લોકો તેમના દીવાન છે અમે તેની દરિયાદિલીના લીધે લોકપ્રિય છે ત્યારે હાલમાં જ અક્ષયે યે ક્રિકેટરમાંથી નેતા બનેલા અને હાલ પૂર્વ દિલ્હી મતવિસ્તારના ભાજપના સંસદસભ્ય ગૌતમ ગંભીરે શરૂ કરેલી સંસ્થા (ગૌતમ ગંભીર ફાઉન્ડેશન)ને રૂ. એક કરોડનું દાન આપ્યું છે.
આ સમાચાર ગંભીરે સોશિયલ મિડિયા પર શેર કર્યા છે. તેમણે લખ્યું છે કે, આ નિરાશાજનક સમયમાં કરાનાર દરેક મદદ લોકો માટે આશાના એક કિરણ જેવું છે. જરૂરિયાતમંદ લોકો માટે અન્ન, દવાઓ અને ઓક્સિજન માટે GGFને રૂ. એક કરોડનું દાન કરવા બદલ હું અક્ષયકુમારનો આભારી છું. ઈશ્વર તમારી રક્ષા કરે. અક્ષયકુમારે પણ ગંભીરના એ ટ્વીટના જવાબમાં પોતાના હેન્ડલ પર લખ્યું છે કે આ ખરેખર કપરો સમય આવ્યો છે. હું મદદ કરી શક્યો છું એનો મને આનંદ છે. આશા છે કે આપણે સહુ આ કટોકટીમાંથી વહેલાસર પાર ઉતરીશું. સુરક્ષિત રહેશો.