Gujarat

કોરોનાની સારવાર દરમિયાન આ દવાનું સેવન કરવું હાનિકારક છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલનાં સમયમાં કોરોના માટે કોઈ પણ દવા નથી શોધાયેલ. અન્ય બીમારીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ  જ આ દરમિયાન દર્દીઓને આપવામાં આવે છે. ત્યારે હાલમાં જ ગોવા સરકાર દ્વારા દર્દીઓની સારવારમાં આઇવરમેક્ટિન (Ivermectin) દવાના ઉપયોગની મંજૂરી આપી હતી. પરંતુ હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ચીફ સાયંટિસ્ટ ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને આ દવાના ઉપયોગને લઇને ચેતવણી આપી છે. તેમના અનુસાર આ દવા સુરક્ષિત નથી.

આ દવા કોરોના દર્દીઓના કામ આવે છે. સાથે જ કંપની તરફથી વૈજ્ઞાનિકોએ પણ કહ્યું હતું કે આ દવા ક્લીનિકલ ટ્રાયલમાં કેટલી સુરક્ષિત છે તેનો ડેટા પણ નથી મળ્યો. અમેરિકામાં આ દવા STROMECTOL ના નામે વેચાય છે. દાવો કરવામાં આવ્યો છે કે તેની અનેક ગંભીર આડઅસરો છે. ગત બે મહિના દરમિયાન WHOએ બીજીવાર આઇવરમેક્ટિનના ઉપયોગને લઇને ચેતવણી આપી છે.

યુકે, ઇટલી, સ્પેન અને જાપાનના એક્સપર્ટ્સે આ દવાને કોરોના મૃત્યુ દર ઓછો કરવામાં કારગર ગણાવી છે. મૃત્યુ દર ઉપરાંત રિકવરી અને વાયરલ લોડ ઓછો કરવામાં પણ તેનું સારુ યોગદાન છે. આ દવા કોરોના સંક્રમણ રોકી નથી શકતી પરંતુ બીમારીને ગંભીર થવાથી બચાવવામાં કારગર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!