કોરોનાનો દર્દી હોસ્પિટલને બદલે ભુવા પાસે ગયો, ભુવા કરી વિધિ અને પછી..
આપણે સૌ કોઈ આસ્થાવાન અને ભગવાનમાં દ્રઢ નિષ્ટા રાખવાવાળા છીએ પરતું ક્યારેક આપણે આંખો પર શ્રદ્ધાનાં નામે અંધશ્રદ્ધાનાં પાંટા બાંધી લેતા હોઈએ છીએ ત્યારે હાલમાં પણ એવો જ કપોર સમય છે કે આપણે સોશિયલ મીડિયામાં અવારનવાર સાંભળવા મળતું હોય છે કે, ભુવા તાંત્રિક અને પંડિતો લોકોને કોરોના નામે લૂંટી પણ રહ્યા છે, આપણે દરેક લોકોને પાંખડી નથી કહેતા પરતું ક્યારેક આવી અઘટિત ઘટના ઘટી જતી હોય છે, ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની છે જેમાં કોરોના દર્દીને ભુવા પાસે લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ વિધિ કરીને જે થયું તે જણીને ચોકી જશો.

કચ્છના આડેસર ગામમાં ભવન પ્રજાપતિ નામનો એક વ્યક્તિ તેના પરિવારની સાથે રહેતો હતો. ભવન પ્રજાપતિ એક મહિના પહેલા કોરોના સંક્રમિત થયો હતો અને તે કોરોનાની સારવાર લેવા માટે ડીસામાં રહેતા તેમના ભાઈના ઘરે આવ્યા હતા. તે સમયે ડીસાની તમામ કોવિડ હોસ્પિટલ ફુલ હોવાના કારણે ભવનને હોસ્પિટલમાં બેડ મળ્યો ન હતો. તેથી તે પાલનપુરમાં જ તેના ભાઈને ત્યાં રહેતા હતા.
હોસ્પિટલમાં જગ્યા ન મળતાં ભવન પ્રજાપતિએ તેના એક ગુરુ એટલે ભૂવા પાસે સારવાર લેવાનું નક્કી કર્યું અને તે હોસ્પિટલ જવાના બદલે ભૂવા પાસે વિધિ કરાવતો રહ્યો. ભૂવાએ ભવન પ્રજાપતિને જમીન પર સુવડાવી એક પગ કોરોના ગ્રસ્ત દર્દીના પેટ પર મુકીને આશીર્વાદ આપતા હોય તેવી મુદ્રામાં મંત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ ભવન પ્રજાપતિને વિશ્વાસ અપાવ્યો હતો કે, તેઓ જલ્દીથી સાજા થઇ જશે.
ભવન પ્રજાપતિને કોરોના થયો હોવા છતાં પણ તેઓ હોસ્પિટલ જતા ન હતા અને અંતે તેમના શરીરમાં ઇન્ફેક્શન વધવા લાગ્યુ અને થોડા દિવસમાં જ તેમના શરીરનું ઓક્સિજન લેવલ ઘટી ગયું અને તબિયત લથડતા તેમનું નિધન થયું, ખરેખર આપણી આ અંધશ્રદ્ધા કહેવાય છે, આપણે પથ્થરમાં અતુટ વિશ્વાસ રાખીએ છે પરંતુ ક્યારેક ભગવાન ભરોસે આવા ઢોગી પાસે ન જવું જોઈએ કારણ કે ક્યારેક આપણે આપણા લોકોને ગુમાવીએ બેસતાં હોઈએ છીએ.