કોરોના એ બળીયાદેવ મહારાજનો પ્રકોપ છે’ તને રીઝવવા મહિલા પાણી ચડાવવા પહોંચી
હાલ દેશમાં કોરોના ના કેસૉ મા સતત વધારો જોવા મળી રહ્યો છે અને સાથે સાથે ગુજરાત મા પણ સતત કેસો નો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સરકાર દ્વરા માસ્ક પહેરવા અને સોસિયલ ડીસટનસીંગ રાખવા માટે ખાસ સુચનો કરેલા છે ત્યારે અમદાવાદ નજીક સાણંદ મા અજીબ કીસ્સો સામે આવ્યો છે
મળતી માહિતી અનુસાર અમદાવાદ ના સાણંદ જીલ્લા ના નવાપુરા નિદ્રા ગામ ખાતે અનેક મહિલા ઓ દ્વારા સરઘસ કાઢી અને બાવળીયાદેવ મહારાજ ના મંદિરે પાણી ચઢાવવા પહોચી હતી તેવો નુ માનવુ હતું કે ‘કોરોના એ બળીયાદેવ મહારાજનો પ્રકોપ છે’ અને પાણી ચડાવવા થી શાંત થશે.
આ સમગ્ર ઘટના મા સોસિયલ ડીસટનસીંગ નો અભાવ જોવા મળ્યો હતો અને મહીલા ઓ એ માસ્ક પણ નહોતા પહેરેલા. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નીકળેલા સરઘસને કારણે ચાંગોદર પોલીસે ગામના સરપંચ, DJ સંચાલક અને આગેવાનો સહિત કુલ 23 લોકોની ધરપકડ કરી છે.