કોરોના ના ડર ને કારણે માતાપિતા અને બે બાળકો , 4 જણા એ આત્મહત્યા કરી લીધી
કોરોના મહામારી મા આત્મહત્યા ના અનેક બનાવો સામે આવ્યા છે લોકો માનસિક રીતે પણ પડી ભાંગ્યા છે અને કોરોના નો ડર લોકો ને સતાવી રહ્યો છે. હાલ એક એક પરીવારે આવા જ કારણ ના લીધે આત્મહત્યા કરી લીધી હતી.
કર્નૂલ શહેરના વડ્ડગેરી ખાતે આ ઘટના બની હતી. પરિવારના 4 સદસ્યો જેમાં પતિ અને પત્ની ઉપરાંત તેમના 17 અને 14 વર્ષની ઉંમરના બાળકોનો પણ સમાવેશ થાય છે તેમણે ઝેર ખાઈને જીવ આપી દીધો હતો. ઘરમાંથી ચારેય વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક પ્રતાપ એક ટીવી મિકેનિક હતા જ્યારે દીકરો જયંક કોઈક કોર્સનો અભ્યાસ કરી રહ્યો હતો અને દીકરી સાતમા ધોરણમાં હતી.
આ ઘટના નો ત્યારે ખ્યાલ આવ્યો જયારે ઘર નો દરવાજો ઘણી કલાંક સુધી ના ખોલતા પાડોશીઓ એ દરવાજો ખખડાવ્યો હતો પરંતુ દરવાજો ના ખોલતા તેવો એ પોલીસ ને બોલાવ્યા હતા. પોલીસે બારણું ખોલતા જ પરીવાર ના ચારે સભ્યો ના મૃતદેહો પડ્યા હતા. અને સાથે એક સ્યુ-સાઈડ નોટ પણ મળી આવી હતી. અને તેમાં આત્મહત્યા કરવાનુ કારણ પણ હતુ જે ઘણું ચોંકાવનારું હતુ.
સ્યુ-સાઈડ નોટ મા લખ્યું હતું કે, કોરોનાના કારણે મિત્રો અને સગા સંબંધીઓના મોત થયા હતા અને તેમને સંક્રમણનો ડર લાગતો હતો. પોલીસે ચારેય મૃતદેહ કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.