કોરોના ની વેકસીન આપવા બદલ ક્રીસ ગેલે આભાર માન્યો.
હાલ પુરી દુનિયા મા કોરોના નો હાહાકાર મચી જવા પામ્યો છે અને આખુ વિશ્વ કોરોના સામે લડી રહ્યુ છે ભારત મા પણ બીજી લહેર ચાલુ થય હોય તેમ ભારત ના દરેક રાજ્યો મા કોરોના ના કેસો મા સતત વધારો જોવા મળી રહ્યો છે.ભારત મા અલગ અલગ રાજ્યો મા સ્કુલ કોલેજો ચાલુ કરવામા આવી હતી અને કેસો ની સંખ્યા વધતા ની સાથે જ તેને બંધ કરાવવા મા આવી હતી.
કોરોના ના કેસો ની સંખ્યા વધતા ની સાથે જે ભારત ના પી એમ મોદી એ દરેક મંત્રી ઓ સાથે બેઠક કરી હતી અને મહત્વ ના નિર્ણયો લેવાયા હતા. હવે વાત કરીએ કોરોના વેકસીન ની તો ભારત દેશે બનાવેલ કરોના ની દવા ખુબ અસરકાર સાબિત થય છે અને ભારત મા રોજ લાખો લોકો ને આ રસી આપવામા આવી રહી છે.
કરોના ની રસી અન્ય દેશો ને પણ ભારત દ્વારા આપવામા આવી છે અને અન્ય દેશો તેનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત દેશે કેરેબિયન દેશો ને પણ વેક્સીન આપી છે ત્યારે મશહુર ક્રિકેટર ક્રીસ ગેલ આ વેકસીન આપવા બદલ વિડીઓ ના માધ્યમ થી આભાર વ્યકત કર્યો હતો અને વિડીઓ મા કહ્યુ હતુ કે હુ ભારત ના પી એમ અને ભારતવાસી વેક્સીન આપવા બદલ આભાર માનું છુ.