કોરોના ન થયો હોય એ વ્યક્તિને બ્લેક ફંગસ થઈ શકે છે, જાણો કારણ.
કોરોના બાદ અનેક બીમારીઓ આવી છે, ત્યારે ખરેખર કુદરત જાણે આપણાથી કેટલી નારાજ હશે એ આપણે વિચારી જ ન શકીએ. આખરે એક પછી એક બીમારિઓ આવી રહી છે , ત્યારે હાલમાં જ બ્લેક ફંગસ આવ્યો છે ત્યારે હવે એવું જાણવા મળી રહ્યું છે કે, જેને કોરોના ન થયું હોય તેને પણ આ રોગ થઈ શકે છે, ત્યારે ચાલો જાણીએ કે આખરે આ રોગની હકીકત શું છે.
પંજાબમાં અત્યાર સુધીમાં મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસના 158થી વધારે કેસો સામે આવી ચૂક્યા છે. જેમાંથી 32 દર્દી એવા છે જેમને કોરોના સંક્રમણ નહોતું થયું. ડોક્ટરોનું કહેવું છે કે આ 32 દર્દીઓ એવા છે જેમને અન્ય બીમારીની સારવાર દરમિયાન સ્ટેરોઇડ આપવામાં આવ્યા હતા. માટે એવું નથી કે કોરોનાથી સાજા થનારાઓમાં જ બ્લેક ફંગસનાં સંક્રમણનો ખતરો છે.
આ પહેલીવાર નથી જ્યારે બ્લેક ફંગસના કેસો સામે આવ્યા હોય. પહેલી વાર આ બીમારી 1855માં સામે આવી હતી. તે સમયે તેને જિગોમાઇકોસિસ કહેવામાં આવતું હતું. 2004ની સુનામી અને 2011માં આવેલા એક ભયાનક ચક્રવાત પછી પણ બ્લેક ફંગસના કેસો સામે આવ્યા હતા.
બ્લેક ફંગસ માટે પંજાબના નોડલ અધિકારી બનાવવામાં આવેલા ડૉક્ટર ગગનદીપ સિંહ કહે છે કે, જે પણ વ્યક્તિની ઈમ્યુનિટી નબળી છે તેમને આ બીમારી થવાનો ખતરો છે. બ્લેક ફંગસ સ્પર્શ કરવાથી ફેલાતું નથી અને જો સમય પર યોગ્ય રીતે ઓળખી લેવામાં આવે તો તેની સારવાર સંભવ છે. કોઇપણ વ્યક્તિ જેને કોઇપણ બીમારીની સારવાર દરમિયાન વધારે સ્ટેરોઇડ આપવામાં આવ્યા હોય, તે બ્લેક ફંગસનો શિકાર બની શકે છે.