કોરોના પોઝિટીવ આવ્યા બાદ હાર્ટ એટેક ના આવે એવું ખાસ ધ્યાન રાખો, આવા લક્ષણો દેખાય તો
હાલ ઘણા બધા કિસ્સા ઓ એવા સામે આવ્યા છે જેમા કોરોના પોઝિટીવ દર્દી ને રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ હાર્ટ એટેક આવ્યો હોય અને પછી મોત થયુ હોય. આ બાબત થી બચવા શુ કરવુ ચાલો જાણીએ.
ઘણા એવા લોકો પણ છે જેને કરોના થયો હોય અને મટી ગયો હોય અને તેવો માને છે કે તેવો હવે બચી ગયા પરંતુ તાજેતર મા જ ઓક્સફર્ડ યુનિવર્સિટી ના એક સંશોધન મા એવુ સામે આવ્યુ છે કે કોરોના ના દર્દી ઓ ને હદય સંબંધિત અન્ય સમસ્યા ઓ નો પણ સામનો કરવો પડી શકે છે. ઘણા દર્દીઓ ને ઘરે બેઠા જ કોરોના ને માત આપી છે પણ આ સંજોગો મા તેવો એ પણ હાર્ટ નુ ચેક અપ કરાવું જરુરી છે.
કયારે આવે છે હાર્ટ એટેક??
જ્યારે હૃદયની સ્નાયુ લોહીને પંપવાની ક્ષમતા ગુમાવે છે અથવા હૃદયને પમ્પ કરવાનું બંધ કરે છે ત્યારે હૃદયની બંધ થાય છે. આનાથી લોહીની ધમનીઓ પાતળી થઈ જાય છે અને લોહી યોગ્ય રીતે વહેતું નથી.
સમયસર આ સમસ્યાની તપાસ થવાને કારણે દર્દીને સરળતાથી સારવાર મળે છે. પરંતુ જો તમને આ પરિસ્થિતિમાં આ સમસ્યા છે અને તમે તપાસ હાથ ધરી નથી, તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
કોરોના ની સારવાર દરમ્યાન અથવા કોરોના મટયા પછી પણ જો છાતી મા દુખાવો રહેતો હોય તો એક વાર જરુર ડોકટર ની મુલાકાત લેવી અને સલાહ મૂજબ દવા લેવી જરૂરી છે.