Gujarat

કોરોના બદલે યુવાનોને હોઈપોક્સિયા બિમારી વધુ થઈ રહી છે.

કોરોના વાયરસની બીજી લહેરમાં યુવાનોમાં ગંભીર લક્ષણો અને મોતના ઘણા મામલા સામે આવી રહ્યા છે.ઓક્સિજનનું સ્તર નીચે જાય છે અને ધ્યાન ના રાખીએ તો તે 50% સુધી પહોંચી જાય છે. પછી એકાએક શ્વાસ લેવામાં તકલીફ, નબળાઈ, ગભરામણ, પરસેવો થવો, ચક્કર આવવા અને આંખોની સામે અંધારું છવાઈ જવા જેવા લક્ષણ દેખાય છે. બે દિવસ પહેલા સુધી એકદમ સામાન્ય દેખાતો દર્દી એકાએક વેન્ટિલેટર પર પહોંચી જાય છે. આ હેપ્પી હાઈપોક્સિયા શું છે અને તે કઈ રીતે દર્દીઓની સ્થિતિ બગાડી રહ્યું છે, તે અંગે માહિતી આપવામાં આવી છે.

તે કોરોનાનું એક નવું લક્ષણ છે. હો ઈપોક્સિયાનો મતલબ છે- લોહીમાં ઓક્સિજનનું સ્તર ખૂબ જ ઓછું થઈ જવું. સ્વસ્થ વ્યક્તિના લોહીમાં ઓક્સિજન સેચુરેશન 95% અથવા તેના કરતા વધુ હોય છે. પરંતુ કોરોના દર્દીઓમાં ઓક્સિજન સેચુરેશન ઘટીને 50% સુધી પહોંચી રહ્યું છે. હાઈપોક્સિયાના કારણે કિડની, મગજ, હૃદય અને અન્ય પ્રમુખ અંગો કામ કરવાનું બંધ કરી શકે છે. કોરોના દર્દીઓમાં શરૂઆતી સ્તર પર કોઈ લક્ષણ નથી દેખાતા.

કોરોનાના દર્દીઓમાં અચાનક ઓક્સિજનનું સ્તર શા માટે ઓછું થઈ જાય છે.મોટાભાગના રિસર્ચર્સ અને મેડિકલ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ફેફસામાં લોહીની નસોમાં ક્લોટિંગ થઈ જાય છે. તેને જ હેપ્પી હાઈપોક્સિયાનું પ્રમુખ કારણ માનવામાં આવે છે. ઈન્ફેક્શન થવા પર શરીરમાં સોજા વધી જાય છે. તેનાથી સેલુલર પ્રોટીન રિએક્શન ઝડપી થઈ જાય છે. ત્યારે બ્લડ ક્લોટિંગ થવા માંડે છે. તેનાથી ફેફસાને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન સપ્લાઈ નથી મળતું અને લોહીમાં ઓક્સિજન સેચુરેશન ઓછું થવા માંડે છે.

કઈ રીતે ઓળખશો હેપ્પી હોઈપોક્સિયા?
હેપ્પી હાઈપોક્સિયામાં હોઠનો રંગ બદલાવા માંડે છે. તે હળવા ભૂરા રંગના થવા માંડે છે. ત્વચા પણ લાલ- જાંબલી થવા માંડે છે. ગરમીમાં ન હોવા છતા સતત પરસેવો થાય છે. તે લોહીમાં ઓક્સિજન ઓછું થવાના લક્ષણ છે.

આ સમસ્યા યુવાનોમાં જ શા માટે વધુ દેખાઈ રહી છે?
તેના બે કારણો છે. યુવાનોની ઈમ્યૂનિટી મજબૂત હોય છે. બીજું, તેમની ઉર્જા પણ અન્ય લોકોની સરખામણીમાં વધુ હોય છે. તેમની સહનશક્તિ અન્ય લોકો કરતા વધુ હોય છે. જો ઉંમર વધુ હોય તો ઓક્સિજન સેચુરેશન 94%થી 90% થવા પર પણ લક્ષણો દેખાય છે. તેનાથી ઉલ્ટું યુવાનોને 80% ઓક્સિજન સેચુરેશન થવા પર પણ કોઈ લક્ષણો દેખાતા નથી. તેઓ થોડે હદ સુધી હાઈપોક્સિયાને સહન કરી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!