કોરોના મા ટુરિઝમનો ધંધો બંધ થયો તો ડોર-ટુ-ડોર શાકભાજી અને અનાજ પહોંચાડવાનું કામ ચાલુ કર્યુ હવે કમાઈ છે પાંચ લાખ..
આપત્તિ માંથી પણ સર્જન કરવું એજ માણસની તાસીર છે. આમ પણ ભગવાને માણસને અઢળક બુદ્ધિ આપી જ છે! જો આપણામાં વિચારશક્તિ હોય તો કોઈપણ આ શક્ય કાર્ય ને શક્ય બનાવીએ શકીએ છે. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું જેને કોરોનાકાળમાં અથાગ પરિશ્રમ અને મહેનત થકી એક એવું સ્ટાર્ટ અપ કર્યું જેનાથી તેઓ અનેક ગણી સંપત્તિ કમાઈ રહ્યા છે.
આ વાત છે ઉત્તરપ્રદેશના અલીગઢના રહેવાસી વિકલ કુલશ્રેષ્ઠની! તેમની પાસે જ્યારે આવક મેળવવા માટે નો કોઈ સ્ત્રોત ન હતો ત્યારે વીકલ અત્યારે નોઈડા અને તેની આસપાસના વિસ્તારોમાં ડોર ટુ ડોર શાકભાજી અને રાશન પહોંચાડવાનું ઓનલાઈન બિઝનેસ શરુ કર્યો. આજના દિવસોમાં તેઓ દરરોજ તેમની પાસે લગભગ 100 ઓર્ડર આવી રહ્યા છે.
દર મહિને 4થી 5 લાખ રૂપિયાની કમાણી કરે છે. આને કહેવાય બિઝનેસ! વીકલે હોસ્પિટલિટીમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમનો બિઝનેસ હતો.બે દાયકાથી તેઓ આ ફિલ્ડમાં કામ કરી રહ્યા હતા, પરંતુ ગત વર્ષે જ્યારે કોરોનાના કારણે લોકડાઉન લાગ્યું તો તેમનું કામ બંધ થઈ ગયું. આ બિઝનેસ શરૂ કર્યો અને ખરેખર તેના ભાગ્ય ખુલી ગયા અને આજે આ બિઝનેસમાં તેની સાથે 28 લોકોની ટીમ છે.
47 વર્ષના વિકલ કહે છે કે મેં ક્યારેય ખેતી તો કરી નહોતી પણ મને તેના પ્રત્યે લગાવ રહ્યો છે. ખાલી સમયમાં ગામડાઓમાં જતો હતો ત્યારે ખેતરે પણ જતો હતો. જે લોકો ખેતી કરતા હતા તેમના કામને સમજતો હતો. તેમની સાથે ચર્ચા કરતો હતો. તેથી મને લાગ્યું કે આ કામ ઘણું મુશ્કેલ નથી. શાકભાજી અને રાશનનો સામાન તો ગામડાઓમાંથી મળી જશે અને આખરે જેવું ધાર્યું એવું પરિણામ મળ્યું.