કોરોના લીધે દીકરાનું મૃત્યુ થયું, ત્યારબાદ માતાપિતાનું નિધન થયું, હજુ એક દીકરો હોસ્પિટલમાં…
કોરોના લીધે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તો કોઈક તો તેના પરિવાર દરેક સભ્યોને ગુમાવ્યા છે. આજે આપણે એક એવો જ કિસ્સા વિશે જાણવાનું છે કે, તમને જાણીને આશ્ચય પામી જશો. આમ તો આપણે પિતા પુત્ર નું અને ભાઈ ભાભીનું મા દીકરાનું એવા એક સાથેના મૃત્યુ વીશેની ઘટના જાણી છે પરંતુ આજે આપણે પરિવારમાં ત્રણેય સભ્યોએ એક સાથે જ જીવ ગુમાવ્યો. હા આ વાત સાચી છે, ઈશ્વરમાં કહેર થી મા બાપનાં ગયા પછી દિકરાએ પ્રાણ ગુમાવ્યા અને હજુ એક ભાઈ હોસ્પિટલમાં દાખલ છે, નાં જાણે ઈશ્વરે શું ધાર્યું હોય.
ચાલો આખરે આ વાત વિશે વધુ જાણીએ. કુદરત જે કરે છે, તે સૌ તેની ઇચ્છાને આધીન હશે.ઊનાના ગોંદરા ચોક પાસે અનાજ કઠોળની દલાલીનો વ્યવસાય કરતા અને ઊનામાં લોહાણા સમાજના અગ્રણી કિશોરભાઇ પોપટના નાના પુત્ર હાર્દિકનું તા. 30 એપ્રિલ 2021 ના રોજ કોરોનાથી મૃત્યુ થયું. ત્યારબાદ તા. 5 મેએ પિતા કિશોરભાઇનું પણ કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું. જેથી પરિવાર પર દુખનો ડુંગર તૂટી પડ્યો હતો.પતિનું નિધન થત હંસાબેનનું પણ 25 મેએ કોરોનાથી મૃત્યુ થયું. જ્યારે હાર્દિકથી મોટો પુત્ર મનદિપ હજુ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યો છે.
હાલ ઘરમાં મનદીપ અને તેના પત્ની, હાર્દિકના પત્ની અને તેઓના સંતાનો છે. આમ એક પરિવારના પતિ-પત્ની અને તેમના યુવાન દિકરાના કોરોનાના કારણે મૃત્યુ થતાં સમગ્ર ઘરમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે. ત્યારે ઈશ્વર દિવંગત આત્માને શાંતિ અર્પે તેંમજ મનદીપ જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરીએ