કોળી પટેલ સમાજની મહિલાનાં અંગદાનથી પાંચ લોકો ને નવુ જીવન મળશે,
આજ ના સમય મા અંગદાન નુ ઘણુ મહત્વ રહેલુ છે જેના થી કોઈ ને નવુ જીવન મળે છે આવું જ માનવાતા મહેંકી ઉઠે તેવો નિર્ણય સુરત ના એક કોળી પટેલ પરીવાર લીધો હતો.
નવસારીના ગણદેવી તાલુકાના અજરાઇ મંડળીની બાજુમાં રહેતા ખેડૂત ઠાકોરભાઇ છોટુભાઇ પટેલના ૫૫ વર્ષીય પત્ની કલ્પનાબેન ઠાકોરભાઈ પટેલને ગત તા. 3જીએ સવારે એકાએક બ્લડ પ્રેશર વધી જવાને કારણે લકવાની અસર જણાતા ગણદેવીની હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પીટલમા દાખલ કર્યા હતા. જ્યાં બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ગત તા.૧૭મીએ ડોકટરોએ કલ્પનાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ડોનેટ લાઈફને જાણ કરાતા કલ્પનાબેનના પરિવારને સમજ અપાતા તેઓ અંગદાન માટે સંમત થયા હતા.
ડોનેટ લાઈફને જાણ કરાતા કલ્પનાબેનના પરિવારને સમજ અપાતા તેઓ અંગદાન માટે સંમત થયા હતા. દાનમાં મળેલી બે કિડની અને લિવર અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લેતા જરુરીયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી બેંકને અપાયું હતું