ખજુરભાઈ અંગે ફરી એક કોલ રેકોર્ડીંગ વાયરલ થયુ.

ખજુરભાઈ એ અત્યારસુધી અનેક ગરીબ અને નીરાધાર લોકો ને મકાન બનાવી આપ્યા છે અને ગુજરાત નો કોઈ રયલ હીરો હોય તો એ ખજુરભાઈ છે ખજુરભાઈ ની એટલી લોક ચાહના વધી છે કે લોકો ઈચ્છી રહ્યા છે ખજુરભાઈ એટલે કે નીતિનભાઈ જાની ને ગુજરાત સરકાર તરફ થી સન્માન મળે. સોસિયલ મીડીયા પર આ અંગે ની માંગ તેજ થય છે.

તાઉતે વાવાજોડા બાદ જે નુક્શાન સૌરાષ્ટ્ર ના ગામડા મા થયુ હતુ અને ખાસ કરીને મકાન નો ને જે નુક્શાન થયુ હતુ તે ઘણી હદે નીતીનભાઈ દ્વારા સરખુ કરવામા આવ્યુ હતુ નીતીનભાઈ એ અંદાજે એક કરોડ થી વધુ રુપીયા આ કામગીરી મા ખર્ચ્યા હતા. આટલુ જ નહી પરંતુ ખજુરભાઈ ઘણી વખત પોતે પણ નળીયા અને પતરા ઉપાડતા જોવા મળ્યા છે. ત્યારે અનેક વખત અન્ય લોકો ને સાથે રાખીને જવાબદારી પણ સોપે છે.

હાલ મકાન ના માલ સામાન લેવાની બાબત ને લઈ ને યુ-ટયુબ પર એક કોલ રેકોર્ડીંગ વાયરલ થયુ છે. જેમા બે યુવકો વાત કરી રહ્યાછે અને કયા માલ સામાન ની કીંમત કેટલી છે અને કેટલા ખજુરભાઈ પાસેથી લેવામા આવ્યા વગરે. રેકોર્ડીંગ મા સાંભળો શુ વાત થય છે. વાયરલ થયેલા રેકોર્ડીંગ અંગે લોકો કોમેન્ટ મા પોતાના વાત રજુ કરી રહ્યા છે


આ રેકોર્ડીંગ મા થયેલ વાત ચિત ની સત્ય અને હકીકતા કેટલી છે તે જાણવા મળ્યુ નથી અને ખજુરભાઈ એ આ અંગે પોતાનુ કોઈ નીવેદન હજુ સુધી આપેલ નથી

નોંધ- યુ ટ્યુબ પર વાયરલ થયેલા રેકોર્ડીંગ ની પુષ્ટી Gujarati Akhbar કરતુ નથી.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *