ખુશી નો માહોલ પળભર મા દુખ મા ફેરવાયો, જાનૈયાઓ ભરેલી બસ ખીણ મા ખાબકી, નવ લોકો ના મોત
ગુજરાત અના દેશ મા અકસ્માત સતત વધી રહ્યા છે અકસ્માત વધવાનું કારણ કોરોના ની ગાઇડલાઇન મા મળેલી છુટછાટ પણ હોય શકે અને હાલ જ એક અકસ્માત ના સમાચાર સામે આવ્યા છે જેમાં 9 લોકો ના મૃત્યુ થયા છે.
આ અકસ્માત હિમાચલ પ્રદેશના સિરમોર બકરાસ જઈ રહેલી બસના ડ્રાઈવરે કાબૂ ગૂમાવતા બસ ઊંડી ખીણમાં ખાબકી હતી જેમાં 9 જાનૈયાના મોત થયા હતા અને ત્રણ જણા ને ઈજા ઓ પહોચી હતી આ અકસ્માત એટલો ભયાનક હતો કે 9 જણા ના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ અકસ્માત મા આજુબાજુ ના ઘણા ના લોકો મદદે પહોચી ગયા હતા.
જાણવા મળતી વિગતો અનુસાર આ બસ મા જાનૈયાઓ થી ભરેલી હતી અને બસ ની ગતી હોવા ને કારણે આ અકસ્માત બન્યો હોય તેવુ આજુબાજુ ના ગામ ના લોકો એ જણાવ્યું હતુ. બસ મા મોટા ભાગ ના જાનૈયા હોવાને કારણે ખુશી નો માહોલ માતમ મા બદલાયો હતો અને બદ મૃતક મા વધારે નવ યુવાનો જ હતા.