ખેડુતે 50 લાખ ની જમીન કુતરા ના નામે કરી દીધી, આવુ કરવા પાછળ નુ કારણ
સૌથી વફાદાર પ્રાણી મા કુતરાનો સમાવેશ થાય છે અને લોકો તેને પાળતાં હોય છે અને ઘર મા એક વ્યક્તિ ની માફક રાખતા હોય છે પરંતુ મધ્ય પ્રદેશ મા એક વ્યક્તિ પોતાના નામ ની જમીન અડધી તેની પત્ની ના નામે અને અડધી કુતરાં ના નામે કરી દીધી હતી.
વાત જાણે એમ છે કે મધ્ય પ્રદેશ ના છીંદવાડા ગામ ના 50 વર્ષીય ખેડુત ઓમ નારાયણ વર્મા એ પોતાની જમીન કાયદારકીય રીતે અડધી જમીન પોતાના કુતરા ના નામે કરી દીધી હતી. ઓમ નારાયણે વસીહત મા લખ્યુ કે આ પેલ્લી અને છેલ્લી છે. તેની મીલકત ના કાયદારકીય રીતે માલીક પોતાની પત્ની 47 વર્ષીય ચંપા અને 11 મહિના નો કુતરો જેક્કી રહેશે તે બન્ને મારી સાર સંભાળ રાખે છે અને હુ પણ તેને પ્રેમ કરુ છુ.
આ ઉપરાંત નારાયણ વર્મા એ જણાવ્યું હતુ કે મને ડર છે કે મારા મૃત્યુ બાદ જૈકી અનાથ થઈ જશે અને તેની કોઈ સાર સંભાળ નહી રાખે એ માટે હુ મારી સંપતી મા હીસ્સો આપવા માંગુ છુ. અને તેની સાર સંભાળ રાખવામા આવે અને મને પણ વિશ્વાસ છે કે બન્ને પણ મારી અંતીમ સ્વાસ સુધી સાર સંભાળ રાખશે અને મૃત્યુ બાદ મારી મારા અંતીમ સંસ્કાર કરશે.
મારા મૃત્યુ બાદ જે લોકો જૈકી નો સેવા કરશે એ જ સંપતી નો ઉપયોગ કરી શકશે અને જૈકી ના મૃત્યુ બાદ તેજ માલિક બનશે. આપને જણાવી દઈએ કે જમીન કુલ 21 એકર છે અને કુતરા ના ભાગ મા આવેલી જમીન ની અંદાજીત કીંમત 50 લાખ જેટલી છે.