ખેડુત પરીવાર ના બે સગા ભાઈ ને કોરોના ભરખી ગયો, પરીવાર દુખ નો
કોરોના મહામારી મા અનેક પરીવારો નુ જીવન બરબાદ થયુ છે કોઈ ના કોઈ એ પોતાના સ્વજનો ને ગુમાવ્યા છે તો કોઈ ને દવાખાના નો એટલો ખર્ચ થયો છે કે આર્થિક રીતે પાયમાલ થયા છે. આવુ જ દુખ એક પરીવાર ને માથે આવી પડયું છે. પરીવાર ના બે સગા ભાઈ નુ કોરોના કારણે અવસાન થયુ છે.
કોળીનારના પીપળી ગામે કોરોનાએ ખેડુત પરીવાર ના બે સગા ભાઈઓનો ભોગ લીધો છે. ખેતી કામ કરતા લક્ષ્મણભાઈ ગોહિલના બે દીકરા કોરોનાની બીમારીમાં પડ્યા હતા. એક પછી એક દીકરાનું મોત થતા પિતા એકાએક હતાશામાં સરી પડ્યા હતા. જગદીશ ગોહિલ અને વિજયસિંહ ગોહિલનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
એક બાજુ કોરોના ની બીજી લહેર ધીમી પડી રહી છે પરંતુ કોળીનારના પીપળી ગામે એક જ પરીવાર ના બે સગા ભાઈ નુ મૃત્યુ થતા ભય નો માહોલ છવાયો હતો. હાલ જો કોરોના ની વાત
કરવામા આવે તો છેલ્લા 24 કલાકમાં 200થી પણ ઓછા કેસ નોંધાયા છે. જયારે રાજ્યમાં આજે 619 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.