Gujarat

ખેડૂત પિતાએ દિકરીના લગ્નની કંકોત્રી પર લખાવ્યો એવો સંદેશ કે થયા ભરપૂર વખાણ

સામાન્ય રીતે લગ્નના કાર્ડ ખૂબજ અદભૂત રીતે બને તેવું લોકો વિચારતા હોય છે. એવા કાર્ડ બનાવવા કે જે જોતા જ લોકોને પસંદ આવી જાય. પરંતુ તાજેતરમાં એક પરિવારે કાર્ડપર એવો સંદેશ લખ્યો છે કે, જેના કારણે આ લગ્નના કાર્ડ્સ અત્યારે ચર્ચામાં આવી ગયા છે. અત્યારે લોકો વેડિંગ ડેસ્ટિનેશનથી લઈને, લગ્નના ડ્રેસ અને રિવાજોને લઈને ઘણા પ્રયોગો કરે છે પરંતુ યુપીમાં લગ્નના કાર્ડને લઈને કંઈક એવું કરવામાં આવ્યું કે જેની ચોતરફ ચર્ચાઓ થવા લાગી.

યુપીના કન્નૌજ જિલ્લામાં  એક પિતાએ પોતાની દિકરીના લગ્નના કાર્ડ પર લગ્નની જરુરી વિગતો આપવાની સાથે એક સામાજિક સંદેશ પણ લખ્યો છે. કન્નૌજના તાલગ્રામના આ ખેડૂત પિતાએ દિકરીના લગ્નના નિમંત્રણ પર સામાજિક સંદેશ લખાવ્યો છે.

દારૂ પિવાની મનાઈ છે. ત્યારે આવા સમયે આ પગલાની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. એક પિતાની ફરજની સાથે આ ખેડૂતે જે સામાજિક દાયિત્વ નિભાવવાનો પ્રયત્ન કર્યો છે તેને તમામ લોકો વધાવી રહ્યા છે. આ રીતે તેઓ આખા ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યા છે.

કન્નૌજના તાલગ્રામના અવધેશ ચંદ્રનું કહેવું છે કે, તેમણે પોતાની દિકરીના લગ્નમાં કાર્ડ પર આવું એટલા માટે લખાવ્યું કારણકે, સામાન્ય રીતે લોકો લગ્ન પ્રસંગમાં નશામાં પોતાની મર્યાદા ભૂલીને હોબાળો કરવા લાગે છે. આમ થવાથી લગ્ન પ્રસંગના રંગમાં ભંગ પડે છે અને એટલે જ આ ખેડૂત પિતાએ આ પહેલ કરી છે અને લોકોને લગ્નમાં દારૂ ન પીવા માટે સંદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!