ગંભીર અકસ્માત મા બાળકો ને એક ખરોચ પણ ના આવી પરંતું
કોરોના ની ગાઇડલાઇન થોડી હળવી થતા છૂટછાટ મળતા ની સાથે જ હાઈ વે પર વાહનો ની અવર જવર મા ખુબ વધારો થયો છે સાથે રોજ કયાંક ને ક્યાંક અકસ્માત પણ થઈ રહયા છે. જયારે રાજસ્થાન ના મેવાડ વિસ્તાર મા એક અકસ્માત થયો હતો જેમાં એક યુવાન નુ મૃત્યુ થયુ હતુ.
જાણવા મળતી વિગતો અનુસાર રાજસ્થાન ના મેવાડ વિસ્તાર મા ચિતોડગઢ પીલીસ સ્ટેશન હદ વિસ્તાર મા થયેલા આ અકસ્માત મા રાકેશસિંહ નામ ના યુવાન નુ મોત નિપજ્યું હતુ. અને તેમની પત્ની અર્ચના ને ગંભીર ઈજા ઓ પહોંચી હતી.
અકસ્માત મંડોળા પાસે થયો હતો અને કાર રેલીંગ સાથે ટકરાતા રેલીંગ કાર મા ઘુસી ગઈ હતી. આ અકસ્માત આટલો ભ-યાનક હોવા છતાં કાર મા રહેલા રાકેશના બે બાળકો સત્યમ અને આસ્થા ને એક ખરોચ પણ આવી ન હતી. અને સત્યમ એ જણાવ્યું હતુ કે તેવો અમદાવાદ થી મધ્ય પ્રદેશ શિવપુરી જઈ રહ્યા હતા.