ગર્ભવતી હોવા છતાં કોરોના દર્દી સેવા કરતી રહી અને આપ્યો દીકરીને જન્મ પરતું પોતાનો જીવ ગુમાવ્યો..
કોરોના વોરિયર્સ તરીકે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે એ તમામ વોરિયર્સને આપણે સૌ વંદન કરીએ. પોતાના પ્રાણની રક્ષા કર્યા વગર દિવસ રાત તેઓ નિઃસ્વાર્થ ભાવે કોરોના દર્દીઓની સેવામાં પોતાનું જીવન ન્યોછવાર કરી દેનાર અનેક કોરોના વોરિયર્સની સરહાનીય કામગીરી બદલ આપણે સૌ તેમના આભારી છીએ. આજે આપણે એ એક નર્સની ની કામગીરી વિશે જણીએ.
આ વાત છે છતીસગઢની જ્યાં કવર્ધા બ્લોકના લિમો ગામની એક નર્સે કોરોના વોરિયર એવું કાર્ય કરી બતાવ્યું કે સૌ કોઈ તેના વખાણ કરી રહ્યા છે અને લોકો માટે તેનું જીવન પ્રેરણાદાયી બન્યું છે.
નિઃસ્વાર્થ ભાવે સઆ નર્સ ગર્ભવતી હતી છતા લગાતાર કોરોના દર્દીઓની સેવા કરતી રહી હતી. જયારે તેણે બાળકીને જન્મ આપ્યો તો મા- દિકરી બનેં કોરોનાથી સંક્રમિત થઇ ગયા. બાળકીને તો ડોકટરે બચાલી લીધી, પણ નર્સ પોતાની ફરજ બજાવતા બજાવતા આ ફાની દુનિયાને અલવિદા કરી ગઇ.લોકોની સેવા કરવામાં પોતાની જાનની પરવા નહીં કરનાર આવા લોકો ખરેખર આ નર્સને વંદન.
નર્સના પતિ કહ્યું કે અમે ઘણી વખત પ્રભાને ફરજ પરથી રજા લેવાનું કહેતા હતા, પણ તેણે કયારેય રજા લીધી નહી. તે કહેતી કે કોરોના દર્દીની સેવા કરવી મારી ફરજ છે.ગર્ભાવસ્થાના પૂરા 9 મહિના પ્રભા હોસ્પિટલમાં ડયૂટી કરતી રહી.