ગીતાબેન રબારી પર ફોજદારી કેસ દાખલ, જાણો શુ હતુ કારણ
વેકસીન ના મુદ્દા બાદ ગીતા બેન રબારી ફરી એક વખત વિવિદો મા સપડાયા છે. ગીતા બેન રબારી પર ફોજદારી કેસ દાખલ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
કોરોના જેવી ગંભીર મહામારી હોવા છતા ભૂજ નજીક રેલડીમાં ફાર્મ હાઉસમાં કોવિડના નિયમોના ધજાગરા ઉડાવીને ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં ગીતા રબારી સહીત ના કલાકારો એ રમઝટ બોલાવી હતી. આ ડાયરા નો વિડીઓ સોસિયલ મીડીયા વાયરલ વાયરલ થયો હતો અને કોરોના ગાઇડલાઇન ના નિયમો નુ પાલન થયેલુ ન હતુ અને વધુ પ્રમાણ મા ભીડ પણ એકઢી થયેલી હતી.
આ ઘટનામાં પદ્ધર પોલીસ મથકે ડાયરાની વર્દી આપનારા ગાંધીધામના સંચાલક અને કોરોના મહામારી હોવા છતાંય ડાયરો યોજવાની સહમતિ દર્શાવનાર ગીતા રબારી સામે ફોજદારી દાખલ થઇ હતી. આ ડાયરા નુ આયોજન 21 જુન ના રોજ રેલડી ફાર્મ હાઉસ પર યોજાયો હતો. અને કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ કલેક્ટરના જાહેરનામા તેમજ IPC ની 188, 269, 270 સહિતની કલમો તળે બંને સામે ફોજદારી નોંધાઇ હતી.