ગુજરાતમાં આવેલું ભારતનું પ્રથમ સ્માર્ટ વિલેજઃ ગામ વિશે જાણીને આપ મંત્રમુગ્ધ થઈ જશો…
ગુજરાતનું એક અવું ગામને જેની ચર્ચા વિશ્વભરમાં છે. ગુજરાતના આ ગામના મોડલનું એક પ્રેરણાત્મક મોડલ છે. આ ગામને એક આદર્શ ગામ પણ કહી શકાય છે.
અમદાવાદથી થોડે દૂર આવેલા પૂનસારી ગામની આ વાત છે. આ મોડલ વિલેજ બનાવાવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ શરૂ થયું હતું. આ ગામમાં વિજળી, સ્વચ્છ પાણી, પાણીના નિકાલ સહિતની સુચારુ વ્યવસ્થા છે.
ગામની પ્રાઈમરી સ્કૂલોમાં કમ્પ્યુટર છે અને આખા ગામમાં વાઈફાઈની સુવિધા છે. ગુજરાતના આ ગામમાં બધી જ સુવિધાઓ છે. દેશનું પ્રથમ આવું આદર્શ ગામ અમદાવાદથી 90 કિલોમીટર દૂર આવેલું છે. આને મોડલ વિલેજ તરીકે ઓળખવામાં આવે છે.
આ ગામ એક સ્માર્ટ વિલેજ છે. આખા ગામમાં WIFI અને CCTV કેમેરા દરેક ગલીઓ અને શેરીઓમાં લાગેલા છે. ગામની ગતિવિધિઓને હિમાંશુ પોતાની ઓફિસમાં બેઠા-બેઠા સ્ક્રીન પર મોનિટર કરે છે.
અહીંયા લાઉડ સ્પીકર્સ પણ લાગે છે. આ ગામની મુલાકાતે તમિલનાડુના મુખ્ય સચિવ પણ આવ્યા હતા અને તેઓ આ ગામને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ગામમાં અલગ-અલગ જગ્યાએ કુલ 150 લાઉડસ્પીકર્સ લાગે છે આનાથી અલગ-અલગ માહિતી લોકો સુધી સરપંચ દ્વારા પહોંચાડવામાં આવે છે.
આ ગામના બાળકો ક્યારે ભણતર અધવચ્ચે છોડી દેતા નથી અને પરિણામો પણ ખૂબ સારા આવે છે. આ ગામની શાળા સ્માર્ટ સ્કૂલ એટલા માટે પણ ચે કારણ કે અહીંયાના બાળકો સારી રીતે કોમ્પ્યુટરનું નોલેજ ધરાવે છે.
ગામના સરપંચ કહે છે કે, વર્ષ 2006 માં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ ગામને સ્માર્ટ વિલેજ બનાવવાનું કામ શરુ થયું હતું.