Gujarat

ગુજરાતમાં લોકડાઉનને લઈને સોશિય મીડિયામાં Fake News ફરતા થયાઃ ગૃૃહ વિભાગની સ્પષ્ટતા…

સમગ્ર દેશમાં ફેક ન્યુઝ ફેલાવનારા લોકો બેફામ રીતે આ કામ કરી રહ્યા છે. ગમે ત્યારે અને ગમે તેવા ફેક ન્યુઝ આ લોકો વાયરલ કરી દે છે. અને સૌથી મોટી ભૂલ સોશિયલ મીડિયા યુઝર્સની પણ છે, કારણ કે આ લોકો આ ન્યુઝ સાચા છે કે ખોટા તેની ખરાઈ કર્યા વગર જ ફોરવર્ડ કરી દે છે.

આવા જ એક ન્યુઝ તાજેતરમાં ગુજરાતમાં વાઈરલ થયા હતા. આ ન્યુઝમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર અને ભાવનગર એમ 6 શહેરમાં 11થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરાયો છે તેવા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારના નામે સોશિયલ મીડિયામાં પત્ર ફરતો કરાયો હતો. જો કે, આ ન્યુઝ ખરેખર Fake News છે.

રાજ્યના ગૃહ વિભાગે આ મામલે સ્પષ્ટતા કરી છે. તો રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાએ આવી અફવા ફેલાવનાર તત્ત્વને ઝડપવા સાઈબર ક્રાઇમને આદેશ કર્યો છે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપત્કાલીન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો છે આ પત્રથી ગુજરાતના નાગરિકો ગેરમાર્ગે ન દોરાય. આ પત્રમાં કોઇ જ સત્યતા નથી. નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો નીંદનીય પ્રયાસ માત્ર છે. ગૃહવિભાગના પ્રવક્તાએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.

મહત્વનું છે કે, નરેન્દ્ર મોદી ગુરુવારે જ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સ્પષ્ટ કરી છે કે કોઇ મોટા લોકડાઉનની જરૂર નથી ત્યાં જ ગુજરાતના છ મોટા શહેરમાં લોકડાઉન આવશે તેવો ખોટો પત્ર સોશીયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ પત્રથી નાગરિકો પણ એકબીજાને પૂછીને આ બાબતે સત્ય શું છે તે જાણવા પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાનમાં રાજયના ગૃહ વિભાગે જ સ્પષ્ટતા કરી છે કે, તા. 11થી 17 એપ્રિલ દરમિયાન લોકડાઉનનો પત્ર ખોટો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!