Gujarat

ગુજરાતમાં વિકેન્ડ લોકડાઉનની શક્યતા! હાઈકોર્ટે રાજ્ય સરકારને કર્યો નિર્દેશ…

ગુજરાતમાં કોરોનાને લઈને સ્થિતિ દિવસ જાય તેમ વધુ ભયાવહ બનતી જઈ રહી છે. સતત વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે, તેમ છતા પણ કોરોના કાબૂમાં આવી રહ્યો નથી ત્યારે ગુજરાત હાઈકોર્ટે 3-4 દિવસનું લોકડાઉન જરૂરી છે તેવું અવલોકન કર્યું છે. સાથે જ વર્તમાન સ્થિતિમાં કર્ફ્યુ પણ જરૂરી હોવાનું હાઈકોર્ટે અવલોક્યું છે. હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે. એટલે કે, વિકેન્ડ પર હવે રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યુ જાહેર કરાય તો નવાઈ નહી.

મહત્વનું છે કે, રાજ્યમાં કોરોનાનું લેવલ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આવામાં ગુજરાતમાં ફરીથી લોકડાઉન આવે તેવા ભણકારા વાગી રહ્યા હતા. આ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતિ જોતા રાજ્ય સરકારને કેટલાક નિર્દેશ આપ્યા છે. જેમાં જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા સૂચના આપી છે.

સાથે જ કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પણ નિર્દેશ આપ્યા છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે સરકારને નિર્દેશ કર્યો કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી બની છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવા અને વિકેન્ડ કરફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે. ત્યારે લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!