ગુજરાતી અખબાર….

હાલમાં આત્મહત્યાનાં બનાવ રોજ બરોજ સામે આવે છે,
થોડાં દિવસો પહેલા જ એક વેપારી એ આત્મહત્યા કરી હતી અને ત્યારે ફરી એકવાર વલસાડ જિલ્લાના પારડી તાલુકના બાલદા ગામના એક વેપારી પોતાનું જીવન ટૂંકાવતા પરિવારમાં શોકયમય વાતાવરણ છવાઈ ગયેલું. નદીના બ્રીજ પરથી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. આઠ કલાકની શોધખોળ બાદ વેપારીનો મૃતદેહ પીએમ માટે મોકવામાં આવ્યો.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, રાકેશ મોહનભાઈ પટેલ નામના વેપારી ગતરાત્રિએ તેમના ઘરેથી નીકળ્યા હતા અને ડ્રાઈવર સાથે ફાઉન્ટેન હોટલ પાસે આવ્યા હતા. અહીં ડ્રાઈવરને થોડીવાર માટે ઉભું રહેવાનું કહી વેપારી પાર નદી તરફ ગયા હતા. નાં મળતા દ્રાઈવર પત્ની અમિષાબેન ફોન કર્યા હતો અને અમિષાબેન ફાઉન્ટન હોટલ આવ્યા હતા. રાકેશભાઇને ફોન કરીને તેની શોધખોળ કરતા રાકેશે પાર નદી પર છું કહી ને ફોન કટ થઈ ગયેલ.

જ્યારે આ વાતની જાણ થઈ એટલે સવારથી જ તરવૈયાઓ દ્વારા પાર નદીમાં શોધખોળ શરૂ કરેલ અને આઠ કલાક સુધી શોધખોળ કરાયા બાદ તરવૈયાઓને લાશ હતિયા ભગોડ પાસેથી મળી આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપી હતી. આપઘાત પાછળ નું કારણ હજુ તપાસવામાં આવશે.આ આત્મહત્યા નું કારણ તો હાલમાં રહ્યસ્યમય જ છે.મૃતકના માથાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતાં. આ ઉપરાંત તેમણે પહેરેલા દાગીના તથા રોકડા 20 હજાર પણ મળ્યા ન હતાં.

ખરેખર હાલમાં આવી પરિસ્થિતિઓ અનેક વાર સર્જાય છે.ત્યારે આ કિસ્સામાં થી આપણે એ શીખ લેવી જોઈએ કે ક્યારે જીવનમાં હતાશ થઈ ને ગુસ્સામાં આવા પગલાં ન લેવા. આત્માહત્યા દ્વારા તમે તમારી એક ની હત્યા નથી કરતા પરતું સાથો સાથ તમારા પરિજનોની હેશ પોહચાડો છો. ભગવાન આ વેપારીની આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના કરીએ.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *