ગુજરાત ના આ જીલ્લાના દરિયા મા મળી આવી મહાકાય 400 કીલો ગ્રામ વજન ધરાવતી માછલી જુવો વિડીઓ
દેશ નો સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત મા છે અને ગુજરાત ના દરીયા માથી અનેક પ્રકાર ની માછલી ઓ મળી આવે છે.
મળતી માહિતી અનુસાર ગીલ સોમનાથ જીલ્લા ના ઉના તાલુકા ના નવા બંદર માથી કારજ નામની વિશાળ 10 ફુટ લાંબી અને 400 કીલો ગ્રામ વજન ધરાવતી માછલી મળી આવી હતી. જે માછીમાર ની જાળ મા ફસાઈ હતી. આ માછલી એટલી વિશાળ હતી કે તેને જોવા માટે લોકો ના ટોળા ઉમટી પડયા હતા અને ઉંચકવા માટે કરેન ને બોલાવી પડી હતી.
ઉના ના નવાબંદર ખાતે માછીમારો ના હાથ મા મોટે ભાગે ઝીંગા, બાંગડા, ખાગી જેવી માછલી ઓ હાથ લાગતી હોય છે પરંતુ ઘણા વર્ષો બાદ આવી મોટી માછલી હાથ લાગી છે.
માછીમારો નુ કહેવુ છે કે માછલી ભલે મોટી રહી પણ તેની કીંમત કર પ્રમાણે નથી. આ માછલી ની કીંમત ઘણી નીચી છે અને તેનો ઉપયોગ દરીયાઈ ખાતર તરીકે થાય છે. જ્યારે સ્થાનીક લોકો નુ કહેવુ છે કે આટલી વિશાળ માછલી પહેલા ક્યારેય નથી જોઈ.