ગુજરાત ના નારણદાસ દેસાઈ એ 90 વર્ષ પહેલા ચાલુ કરેલી “વાઘ બકરી ચા” ની આજે આખી દુનીયા મા છે બોલબાલા
આજે ઘર ઘરમાં વાઘ બકરી ચા લોકપ્રિય બની ગઈ છે! ભારતના તમામ લોકો વાઘ બકરી ચાનો સ્વાદ માણીને તેમની સવાર થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, વાઘ બકરી ચાની શરૂઆત એક ગુજરાતી એ કરી હતી જેમનું નામ છે નારાયણદાસ દેસાઈ. આફ્રિકા થી ગુજરાત આવીને તેમને ચાનો વ્યાપાર શરૂ કર્યો અને આફ્રિકા જવાનું એક માત્ર કારણ પણ ચાનો વ્યવસાય જ હતો. ચાનો વેપાર શરૂ કરવા માટે નારાયણ દેસાઈ 500 એકરમાં જમીન લીધી પરતું અંગ્રેજો રંગભેદ નકસલવાદનાં લીધે તેઓ ભારત પાછા આવી ગયા હતા.
તેમના જીવનની કહાની અહીંયા જ અધુરી રહી ગઈ ન હતી. નારાયણદાસ દેસાઇ મહાત્મા ગાંધીજીને પોતાના જીવનમાં આદર્શ માનતા હતા અને જ્યારે તેઓ ભારત પાછા આવ્યા ત્યારે તેમના પાસે બાપુ દ્વારા લખેલ પત્ર હતો અને એ પત્ર દ્વારા જ નારાયણ દેસાઈ ગુજરાતમાં ચાનો વ્યવસાય શરૂ કરી શક્યા હતા આ પત્ર 12 ફેબ્રુઆરી 1915 નાં રોજ ગાંધીજી આ પત્ર લખ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું ” હું નારાયણદાસ દેસાઇ ને આફ્રિકામાં ઓળખતો હતો અને તેઓ એક કુશળ ચાના બગીચાના માલિક હતા.
ગાંધીના પત્રને દેખાડીને પોતાનું સ્વપ્ન સાકાર કર્યું અને ગુજરાતમાં પોતાની ચાની કંપની શરૂ કરી.નારાયણદાસ પોતાના જન્મભૂમિમાં વર્ષ 1915માં પાછા આવ્યા અને ટી ડિપો કંપની ની સ્થાપના કરી અને વર્ષ 1934માં એ કપનીનું નામ બદલીને વાઘ બકરી ચા રાખ્યું અને સમય જતાં આ કંપની ચા એક બ્રાન્ડ બની ગઈ અને ભારતના દરેક ઘરોમાં વાઘ બકરી ચા પોતાની ઓળખ બનાવી.
એક વાત ખાસ હતી કે, કંપનીનો લોગો બહુ ખાસ હતો.પેકેટમાં વાઘ અને બકરી બને એક કપમાંથી ચા પી રહ્યા છે. નારાયણદાસ આ લોગો ખૂબ જ વિચારીને બનાવ્યો હતો. ગુજરાતીમા બાઘ ને વાઘ કહે છે. એટલે જ કંપની ચા નાં પેકેટમાં બાઘ લખેલ આવે છે.આ લોગો એકતાનું પ્રતીક છે અને વાઘ એટલે શ્રીમત લોકો અને બકરી એટલે મધ્યમ વર્ગ લોકો જે સામાજિક એકતા સૂચવે છે.
ભારતમાં આ કંપની 15 ચા લાઉઝ સંચાલન કરે છે. તેમજ
ચાનું ઉત્પાદન અમેરિકા , કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, મેલેશિયા અને સિંગાપુરમાં આ ચાનું વેચાણ થાય ચેમ માર્ચ 2021માં કંપની દ્વારા નિકાસ 5 % હતું.આજ કંપની દ્વારા 1500 કરોડ રૂપિયા ની કમાણી કરી અને 40 મિલિયન કિલોગ્રામ ચાનું વેચાણ કર્યું અને આજે ભારત ભરમાં નારાયણદાસ દેસાઈની ચા લોકપ્રિય બની છે.