Gujarat

ગુજરાત નુ દરીયા વચ્ચે આવેલું ગામ જયા વાવાઝોડા એ તબાહી મચાવી કે આખે આખું ગામ ..

તાઉ-તે વાવાઝોડુ ગયા બાદ એક નવુ વાવાઝોડુ જેનુ નામ યાસ છે ભારત સાથે ટકરાશે પરંતુ તાઉ તે વાવાઝોડા એ ગુજરાત મા ખુબ તબાહી મચાવી હતી, ખાસ કરીને ભાવનગર, અમરેલી,ઉના મા વધુ નુકસાન થયું છે. ત્યારે ગુજરાત નુ એક ગામ એવુ પણ છે જે દરિયા ની વચ્ચે આવેલું છે.

આ ગામ નુ નામ શિયાળ બેટ છે. અમરેલી જીલ્લા મા આવેલુ શિયાળ બેટ આ ગામ મા કોરોના નો એક પણ કેસ નહોતો પરંતુ તાઉ તે ખુબ જ તબાહી મચાવી હતી આ ગામ ના લોકો એ આખી રાત ભય ના ઓથારે કાઢી હતી. આ ગામના લોકો ના અનેક લોકો ના મકાનો ધરાશાહી થય ચુક્યા હતા અને અનેક બોટો તણાઈ ગઈ હતી તો અનેક બોટો ટુટી ગય હતી. આ ઉપરાંત 20/30 ફુટ ઉંચા મોડા ઉછળ્યા હતા જે અનેક બાઈકો ના તાણી ગયા હતા.

ત્યા પા સરપંચ હીમીરજી ના જણાવ્યા અનુસાર કાચા મકાન વાળા લોકો ને સલામત સ્થળે ખસેડાયા હતા અને આ નાના એવા ગામ મા આશરે 6 કરોડ રૂપિયા નુ નુકશાન થયુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!