ગુજરાત ATS એ વોન્ટેડ અશરફ નાગોરી ને મહારાષ્ટ્ર માથી ઝડપી લીધો

ગઈ કાલે એક મહત્વ પૂર્ણ સમાચાર મળ્યા હતા. ગુજરાત એ.ટી.એસ ને એક ઓપરેશન મા સફળતા મળી હતી જેમાં વોન્ટેડ અશરફ નાગોરી સંકજા મા આવ્યો છે જે 14 જેટલા ગુના મા સંડોવાયેલો હતો. અમદાવાદ, સુરત અને મુંબઈ પોલીસ નો માથા નો દુખાવો બનેલો અશરફ મહારાષ્ટ્ર માથી જડપાયો છે.

સંદેશ ના એહવાલ મુજબ અશરફ નાગોરી છેલ્લા નવ માસ થી પોતાની ઓળખ બદલી ને પશ્ચીમ બંગાળ અને મહારાષ્ટ્ર નવાપુરા મા નાસતો ફરતો હતો જો કે ATS એ તેને ચોક્કસ બાતમી ને આધારે ઝડપી પાડ્યો હતો. આરોપી અશરફ નાગોરી અને તેના અન્ય આર સાથીઓ વિરુધ્ધ 11 જાન્યુઆરી ના રોજ ગુજસીટોક હેઠળ સુરત ના લાલગેટ પોલીસ સ્ટેશન મા ગુનો નોંધાયો હતો.

જેમા અશરફ નાગોરી અને તેમના ચાર સાગોરતો એ એડવોકેટ હસુમખલાલ પર જીવલેણ હુમલો કરી ને ફાયરિંગ કર્યુ હતુ. જેમાં થી ત્રણ ઝડપાયા છે જયારે એક હજી ફરાર છે. જેની પોલીસ તપાસ શરૂ છે.

આરોપી અશરફ નાગોરી 2003 થી 14 જેટલા ગંભીર ગુના મા સંડોવાયેલો છે જેમા 2003 મા નોંધાયેલ જેહાદી ષડ્યંત્ર મા આરોપી અશરફ નાગોરી અને અન્ય 54 ની ઘરપકડ કરવામા આવી હતી. ત્યાર બાદ સાત વર્ષ જેલ મા રહ્યા બાદ અશરફ છેતરપીંડી, હત્યા જેવા ગંભીર ગુનાઓ મા સંડોવાયેલો હતો. ATS એ તેની ધરપકડ કરી સુરત પોલીસ ને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *