ચેતન સાકરિયા એ ભાઈ બાદ પિતા નો પણ સાથ ગુમાવ્યો, પિતા કાનજીભાઈ નુ નીધન થયુ
ખુબ નાની વયે ખુબ મોટી સફળતા પામનાર ચેતન સાકરિયા ને એક બાજુ દુખ છે અને બીજી બાજુ સફળતા આઈપીએલ મા સીલેક્શન થયુ એ પહેલા પોતાના ભાઈ ને ગુમાવ્યા બાદ ફરી વખત એક મોટો આંચકો લાગ્યો છે.
ભાવનગર શહેર નું ગૌરવ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા ફાસ્ટ બોલર ચેતન સાકરીયા ના પિતા કાનજીભાઈ સાકરીયા નો કોરો ના કારણે દુ:ખદ નિધન થયુ છે.
હજુ ગઈકાલે જ દિલ્હી થી અમદાવાદ ફ્લાઇટ માં ચેતન સાકરીયા આવેલા અને પિતાની સેવા અર્થે અહીંની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા પોતાના પિતાશ્રી પાસે પહોંચી ગયેલા ચેતન સાકરીયા ઉપર હાલમાં દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે ભારે આઘાત અને શોકની લાગણી ભારે સંઘર્ષ મહેનત અને દ્રઢ સંકલ્પ અને મજબૂત આત્મવિશ્વાસ સાથે ચેતન સાકરીયા ને આટલી ઊંચાઈએ પહોંચાડનાર થ્રી વ્હીલ ટેમ્પો ચલાવી પોતાના પુત્રને શિખરે પહોંચાડનાર કાનજીભાઈ અત્યારે સુખના દિવસો આવ્યા ત્યારે જ ચેતનને છોડીને જતા રહ્યા.