ચોકલેટ શાહી ટુકડા ની મોજ માણો, જાણો આ નવીન વાનગી રેસીપી
સામગ્રી :-૮-૧૦ બ્રેડની સ્લાઈસ,૧૦૦ ગ્રામ મિક્સ સૂકો મેવો ૨ ટેબલસ્પન ચોકલેટ પાઉડર તળવા માટે ઘી,૧ મોટો ચોકલેટબાર ખમણીને,૧૫૦ ગ્રામ બૂરું ખાંડ ૩૦૦ ગ્રામ મોળો માવો ૫ ટીપાં ચોકલેટ એસેન્સ,૧૫૦ ગ્રામ ખમણેલું પનીર,૧ કપ દૂધ
મનગમતા આકારમાં બ્રેડના ટુકડા કરો. ઘીમાં હળવા બ્રાઉન શેકી લો. માવો ખમણીને છૂટો પાડો. માવામાં બૂરું ખાંડ અને ચોકલેટ પાઉડર મિક્સ કરો. એમાં ૨ ટેબલસ્પન દૂધ નાખીને ધીમી આંચે ગરમ કરી ગોળા વળતું ઘટ્ટ થાય એટલે ઉતારી એમાં સૂકા મેવાની કતરણ કરીને મિક્સ કરો. તદ્દન ઠંડું થાય એટલે એમાં ચોકલેટ-એસેન્સ મિક્સ કરો.
દરેક બ્રેડની સ્લાઈસ પર ચમચાથી થોડું-થોડું દૂધ છાંટો. ઉપરથી થોડું માવાનું મિશ્રણ પાથરો. આ રીતે બધી જ સ્લાઈસ તૈયાર કરો. સૌથી ઉપર પનીરનું છીણ નાખી સર્વ કરો.