છત્તીસગઢમાં DSP મહિલા અધિકારી ગર્ભવતી હોવા છતાં પોતાની ફરજ નિભાવી આવું કાર્ય કરી રહ્યા છે.
હાલમાં કોરોના કાળમાં સૌ કોઈ આ લડત સામે લડી રહ્યા છે, ત્યારે ડોકટર મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, પોલીસ, સફાઈ કર્મચારીઓ દરેક લોકો દિવસ રાત આ લડત સામે લડી રહ્યા છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક એવી મહિલાની તસ્વીર વાયરલ થઈ જેને જોઈને તેમના કર્તવ્યનિષ્ઠ નું બિરુદ આપવું ખોટું નથી. હાલમાં દરેક લોકો આ મહિલા ને સલામ કરી રહ્યા છે અને કામગીરી વખાણી રહ્યા છે.
છત્તીસગઢની ડીએસપી શિલ્પા સાહુ ફરી ચર્ચામાં આવ્યા છે, એકવાર એકે 47 હાથમાં લઈને પોતાના પતિ સાથે નક્સલવાદીઓનો સામનો કરતા જોવા મળ્યા હતા ત્યારેહાલમાં જ તેમનક એક ફોટો વાયરલ થયો છે જેમાં તેઓ રસ્તા પર ગર્ભવતી હોવા છતાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે સૌ માટે પ્રેરાણા રૂપ બની ગયા છે.
પોતાના જીવની પર્યા કર્યા વગર લોકો માટે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે ને લોકોને તેમના ઘરે રહીને સુરક્ષિત રહેવાની અપીલ પણ કરી રહી છે.શિલ્પા સાહુની કેટલીક તસવીરો સામે આવી છે,જેમાં તે હાથમાં લાકડી લઈને રસ્તામાં ઉભી જોવા જે લોકો બહાર નીકળી રહ્યા છે તેમને ઘરમાં જ રહેવાની સલાહ આપી રહ્યા છે.
જ્યના વરિષ્ઠ આઈપીએસ અધિકારી દિપંશુ કાબરાએ ડીએસપીની તસવીર જાહેર કરતાં લખ્યું છે કે શિલ્પા ગર્ભાવસ્થા દરમિયાન પણ આવી ધોમધોકાર ગરમીમાં લોકો ને વિનંતી કરી રહ્યા છે કે લોકડાઉન પાલન કરો.ખરેખર શિલ્પા દરેક સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ છે.