જન્મતા વેંત એક માને પોતાની નવજાત બાળકી થી દુર રહેવું પડયું! મોતના મુખમાંથી આવી આ રીતે મા..
આ કોરોનાકાળમાં સૌ કોઈ પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે ત્યારે કોઈ પોતાની મા, પત્ની, બહેન ગુમાવી છે ત્યારે સૌથી વધારે તો એવા પણ કિસ્સાઓ બન્યા છે કે, નવજાત બાળક જન્મતાવેંત તેની માતાની ગોદ ગુમાવી છે તો કોઈ માતાએ પોતાનું બાળક! આજે અમે એક એવો કિસ્સો સાભળાવીશું કે, સૌ કોઈ ચોંકી જશે કારણ કે એક માતા એ પોતાના નવજાત બાળકીનાં વાત્સય આપવા પોતે મોતના મુખમાંથી બહાર આવી.
માતા જ્યારે પોતાના નવજન્મેલા બાળકને પ્રથમ વાર બાથ ભરે તે સૌથી શ્રેષ્ઠ અનુભૂતિને હોય છે. ભગવાન મા બનાવાનું સુખ સ્ત્રીઓને આપ્યું છે જે અદભૂત વરદાન આપ્યું છે, જન્મતા વેંત બાળક માનું મુખ જોવે છે તેને જ ઓળખે છે. તેનું પ્રથમ ધાવણ જ્યારે મા પીવડાવે તે તો ક્ષણ અતુલ્ય હોય.
વાત કંઇક એવી છે કે, અમદાવાદ શહેરના મેઘનાબેન દેદૂને દિકરીને જન્મ આપ્યો. આ તેમનું બીજુ બાળક છે. સમગ્ર પરિવારમાં ખુશહાલીનો માહોલ. હજુ તો આ ઉત્સવ ઉજવવાનો બાકી હતો ત્યારે બીજા જ દિવસે મેઘનાબેનને કોરોનાના લક્ષણો જણાઇ આવ્યા. જેથી તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો જે પોઝિટિવ આવ્યો. વળી ૩૦ ટકા જેટલા ફેફસા પણ કોરોનાથી ક્ષતિગ્રસ્ત થયા હતા.
જેથી તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડેડ 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં તેઓની સધન સારવાર શરૂ કરવામાં આવી. આ દરમિયાન માતાના શરીરમાં વાયરસનુ સંક્રમણ એટલી ઝડપે વધી રહ્યુ હતું કે ફક્ત 2 જ દિવસમાં ફેફસાનો 85 થી 90 ટકા ભાગ વાયરસથી ક્ષતિગ્રસ્ત બન્યો હતો.
મેઘનાબેન દેદૂને જીવન અને મરણ વચ્ચેનો આ સંગ્રામ અને કાળમૂખા કોરોના સામેની જંગ અતિં ગંભીર બની રહી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબોની કર્તવ્યનિષ્ઠા અને દર્દીનો ગમે તે ભોગે જીવ બચાવવાના નિર્ધાર સામે કોરોના હાંફ્યો! 6 દિવસની સઘન સારવાર અને હોસ્પિટલના સ્ટાફની દિવસ રાતની મહેનત અને પ્રોગ્રેસીવ સારવાના કારણે મેઘનાબેન દેદૂએ કોરોનાને હંફાવ્યો હતો. આ શક્ય થયું છે તો તબીબીની સારવાર ન લીધે તેમજ બહેનના આત્મવિશ્વાસ અને પોતાની દીકરીનાં વાત્સય લીધે આપણે સૌ હિંમતવાન બનાવની જરૂર છે કારણ કે કોરોના હરાવવા મન મક્કમ અને ડર ન હોવો જોઈએ.