Gujarat

જન ધન ખાતુ ખોલાવો ! મળશે આ અનેક નાણાકીય લાભ

આજે આપણે વાત કરવાના છીએ પ્રધાન મંત્રી જન ધન યોજના વિશે આ એક યોજના મા ગરીબો નુ ખાતુબેંકો, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખોલી દેવામા આવે છે. આ યોજના હેઠળ ઘણા નાણાંકીય લાભ પણ મળે છે તે આપણે આજે જાણીશુ.

જનધન ખાતુ ખોલાવલા માટે તમારી નજીકની બેંકમાં જવું પડશે અને ફોર્મ ભરવું પડશે. તેમાં નામ, મોબાઇલ નંબર, બેંક શાખાનું નામ, અરજદારનું નામ, નોમિની, વ્યવસાય / રોજગાર અને વાર્ષિક આવક અને આશ્રિતોની સંખ્યા, એસએસએ કોડ અથવા વોર્ડ નંબર, ગામનો કોડ અથવા ટાઉન કોડ વિગતવાર માહિતી આપવી પડશે. ભારતમાં રહેતો કોઈપણ નાગરિક, જેની ઉંમર 10 વર્ષ કે તેથી વધુ છે, જનધન ખાતું ખોલી શકે છે

આ યોજના અંતર્ગત ખાતા ધારકને 1,00,000 નો અકસ્માત વીમો અને રૂ .30,000 નો સામાન્ય વીમો મળે છે. આવી સ્થિતિમાં, જો કોઈ એકાઉન્ટ ધારક સાથે કોઇ અનિચ્છનિય ઘટના ઘટે છે, તો 30,000 રૂપિયા ઉપલબ્ધ છે. જો ખાતાધારકનું અકસ્માતમાં મોત થાય તો પણ તેના પરિવારને એક લાખ રૂપિયા મળે છે.

આ ઉપરાંત જનધન ખાતા ના અન્ય લાભો  જોઈએ તો 1 આ ખાતું ખોલ્યાના 6 મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા 2. આકસ્મિક વીમા 2 લાખ રૂપિયા સુધીનું આવરી લે છે 3. રૂ .30,000 સુધીનું લાઇફ કવર 4. ડિપોઝિટ પર વ્યાજ 5. ખાતા સાથે મફત મોબાઇલ બેંકિંગની સુવિધા 6. રૂપે ડેબિટ કાર્ડની સુવિધા જેનાથી પૈસા ઉપાડવામાં અથવા ખાતામાંથી ખરીદી કરવી સરળ બને છે 7. આના દ્વારા વીમા, પેન્શન ઉત્પાદનો ખરીદવા માટે સરળ 8. પીએમ કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનાઓમાં પેન્શન માટે ખાતું ખોલવાનું સરળ 9. દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની શ્રેષ્ઠ સુવિધા 10. સરકારી યોજનાઓના ફાયદાના સીધા પૈસા ખાતામાં મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!