જાણો આજના દિવસે એપ્રિલ ફૂલ ડે કેમ મનાવવામાં આવે છે.
આજનો દિવસ એટલે મુખર્તાનો દિવસ! હા આજે ભારત ભરમાં સૌ કોઈ એકબીજાનેમૂર્ખ બનાવે છે, ત્યારે ચાલો જાણીએ કે એપ્રિલ મહિના દિવસે જ કેમ એપ્રિલ ફૂલ ડે મનાવવામાં આવે છે અને તેની પાછળનો રસપ્રદ ઇતિહાસ શું છે?
એપ્રિલ ફૂલ્સ ડે અથવા ઓલ ફૂલ્સ ડે તરિકે જાણીતો આ દિવસ, રજાનો દિવસ કે કોઈ પ્રખ્યાત તહેવાર ના હોવા છતાં ભારત સહિત ઘણા દેશોમાં પહેલી એપ્રિલ દિવસે બહોળા પ્રમાણમાં અલાયદી રીતે ઉજવવામાં આવે છે. આજના દિવસે લોકો પોતાના મિત્રો, કુટુંબીજનો, પડોશીઓ અને ક્યારેક દુશ્મનો સાથે રમૂજભરી ટિખળ કરે છે. સામાન્ય રીતે આ ટિખળમાં સામી વ્યક્તિને મૂર્ખ બનાવવાનો કે છોભી પાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. પારંપરિક રીતે કેટલાક દેશોમાં આવી મજાક-મસ્તીનો દોર ફક્ત બપોર સુધી જ ચાલે છે:
જેમકે, યુ.કે., ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડા , જો કોઇ બપોર પછી આવી રમૂજ કરે તો તેનેજ “એપ્રિલ ફૂલ” કહેવામાં આવે છે.પરંતુ બીજા દેશોમાં અને આપણા ભારતમાં પણ, આવી મજાક આખો દિવસ ચાલે છે.
એપ્રિલ્ફુલ્સ ડેનું ઉદ્ગ્મ ઘણું વિચિત્ર છે. એક વાયકા પ્ર્માણે ગ્રેગેરિયન કેલેન્ડરને અપનાવાયા પછી તુરંત માં આ દિવસ મનાવવાની શરુઆત થઈ.આ શબ્દનો ઉલ્લેખ અમુક કોઐક વ્યક્તિઓ જે હજી પણ જ્યુલિયન કેલેન્ડર વાપરતા હતાં તેમના સંદર્ભમાં થયો હોય.