Gujarat

જાણો આજે અચાનક તમારી સાથે આવી ઘટના ઘટશે! આજનું રાશિફળ.

મેષ-આજે વિશેષ ધનખર્ચનો યોગ છે. નાણાકીય બાબતોમાં આજે સાવધ રહેવાની અને લેવડદેવડમાં ચેતીને ચાલવા ગણેશજી કહે છે. આજે કોઈ સાથે વાતચીતમાં વાદવિવાદ ઊભો ન થાય એનું ધ્‍યાન રાખવું. મિત્રો કે પરિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગો બનવાની શક્યતા જણાય છે. ₹

વૃષભ- જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો. નાણાકીય બાબતોનું આયોજન થાય. આજે આ૫ આભૂષણો, સૌંદર્ય પ્રસાધનો અને મનોરંજન પાછળ ખર્ચ કરો. પરિવારના સભ્‍યો સાથે આનંદથી સમય ૫સાર કરો. આ૫નો આત્‍મવિશ્વાસ વધશે

મિથુન કુટુંબના સભ્‍યો અને પુત્ર સાથે કોઈક કારણે અણબનાવ થાય. મનમાં ઉગ્રતા અને આવેગ રહેવાના કારણે ઝઘડો કે તકરાર ન થાય એનું ખાસ ધ્‍યાન રાખવું. શરીર સ્‍વાસ્‍થ્‍ય બગડે, વિશેષ કરીને આંખોમાં પીડા થાય. આ૫ની વાણી અને વ્‍યવહાર કોઈ સાથે ગેરસમજ ઊભી ન કરે એ જોવું. અકસ્‍માતથી સંભાળવું. વધુ ૫ડતો ખર્ચ થાય. માનહાનિ ન થાય એ જોવું.

કર્ક દોસ્‍તો સાથે મિલન-મુલાકાત થાય. સ્‍ત્રીમિત્રોથી વિશેષ લાભ મળે. વેપારમાં ફાયદો થાય. પુત્ર અને પત્નીથી સુખ મળે. લગ્‍નના યોગ ઊભા થાય. ઉત્તમ લગ્‍નસુખ મળે. સંતાનો સાથે મુલાકાત થાય. તન અને મનનું આરોગ્‍ય સારું રહેશે. ચિંતાના ભારમાંથી મુક્તિ અનુભવશો. મિત્રો સાથે રમણીય સ્‍થળે પ્રવાસનું આયોજન થાય. ઉત્તમ ભોજન મળે.

સિંહ. હોદ્દાની બઢતીના યોગ છે. ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટ‍િ આ૫ના ૫ર રહે. આ૫નું વર્ચસ્‍વ અને પ્રભાવ વધારે રહે. પિતા તરફથી લાભનો સંકેત છે. સરકારી કાર્યોમાં લાભ મળે. આરોગ્‍ય સારું રહે. ગૃહસ્‍થ જીવન મધુરતાભર્યું રહે. જમીન, મકાન- મિલકતના સોદા સફળ થાય.

કન્યાધાર્મ‍િક કાર્યમાં અથવા તો ધાર્મિક પ્રવાસમાં રોકાયેલા રહેશો. વિદેશ વસતા સ્‍નેહીજનોના સમાચારથી આનંદ થાય. ભાઈભાંડુઓથી લાભ થવાની શક્યતા છે. આર્થિક લાભનો દિવસ છે.

તુલાતંદુરસ્‍તીની સંભાળ રાખવી. આકસ્મિક ધનલાભ થાય. રહસ્‍યમય બાબતો અને ગૂઢ વિદ્યા તરફ આકર્ષણ અનુભવો. આધ્‍યાત્મિક સિદ્ધિ મેળવવા માટે ઉત્તમ સમય છે. બની શકે તો પાણી અને સ્‍ત્રીથી દૂર રહેવું. ઊંડી ચિંતનશક્તિ દ્વારા મનની શાંતિ મેળવી શકશો.

વૃશ્ચિકમિત્રો સાથે હરવુંફરવું, મોજમજા અને મનોરંજન, નાની મુસાફરી કે ૫ર્યટન, ઉત્તમ ભોજન અને વસ્‍ત્ર ૫રિધાનથી આ૫ આજે ખૂબ આનંદમાં રહેશો. જાહેર માન-સન્‍માન મળે. માન-આબરૂ વધે, વાહનસુખ પ્રાપ્‍ત થાય. વિજાતીય વ્‍યક્તિઓ અને પ્રિયજન સાથેની મુલાકાતથી મન પ્રસન્‍ન રહે. લગ્‍નસુખનો ભરપૂર આનંદ માણી શકશો.

ધનુ નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ અને સહકાર્યકરોનો સહકાર મળે. કાર્યમાં સફળતા તથા યશ મળે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. હાથ નીચેના માણસોનો સહકાર મળે. મોસાળ પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળે. પ્રતિસ્‍પર્ધીઓ ૫ર વિજય મળે. વાણી પર કાબૂ રાખવો. સ્‍ત્રીમિત્રો સાથે મુલાકાત થાય.

મકર આજે મહત્વના કામ અંગે નિર્ણય લેવાનો મોકૂફ રાખવો. આજે નસીબ યારી ન આપે તેમ જ સંતાનોના આરોગ્‍યની ફિકર થાય. ઘરમાં વડીલ વર્ગની તબિયત અચાનક બગડે. ઑફિસમાં ઉ૫રી અધિકારીઓની નારાજગી વહોરવી પડે. ખોટો ખર્ચ થાય. સંતાનો સાથે મતભેદ થાય. વડીલ વર્ગની તબિયત અંગે ચિંતા થાય.

કુંભ નાણાકીય બાબતોનું આયોજન થાય. સ્‍ત્રીઓને આભૂષણો, વસ્‍ત્રો, સૌંદર્ય પ્રસાધનો પાછળ ખર્ચ થાય. માતાથી લાભ થાય. જમીન, મકાન, વાહન વગેરેના સોદા કરતી વખતે ધ્‍યાન રાખવું. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં સફળતા મળે. સ્‍વભાવમાં જિદ્દીપણું ટાળવું, જાહેરમાં સ્‍વમાનભંગ ન થાય એનું ધ્‍યાન રાખવું.

મીન વૈચારિક સ્થિરતાના કારણે આ૫ના કામ આજે સારી રીતે પાર પાડી શકો. મહત્ત્વના નિર્ણયો લેવા માટે આજનો દિવસ શુભ છે. જીવનસાથી જોડે સારી રીતે સમય પસાર થાય. મિત્રોના સંગાથે નાનકડી મુસાફરી અથવા ૫ર્યટનનું સફળ આયોજન થાય. ભાઈભાંડુઓથી લાભ થાય. કાર્યમાં સફળતા મળે. કોઈક સાથે લાગણીના સંબંધથી બંધાઓ. જાહેર માન-સન્‍માન મળે. પ્રતિસ્પર્ધી ૫ર વિજય મેળવી શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!