Gujarat

જાણો ઘરની કંઈ દિશામાં ધનવેલ રાખવાથી શું ફાયદો થાય છે.

સામાન્ય વાત છે કે, દરેક વ્યક્તિને ધનવાન બનવાની ઈચ્છા થતી હોય છે અને એકદમ સ્વાભાવિક વાત છે કે, ધનવાન બનવા આપણે અથાગ પ્રયત્ન કરતા રહીએ. ચાલો ત્યારે અમે આપને એક એવા પ્લાન્ટ વિશે જાણવીશું જે તમને ધનવાન બનાવમાં મદદરૂપ થશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ઘરની સુખાકારી માટે ઘરમાં ચાઈનીઝ મીની પ્લાન્ટ રાખતા હોઈએ છે.

આપણે ઘણા લોકોને ઘરમાં ધન વેલ જોઈ હશે જે સૂચવે છે કે, તેઓ કેટલા ધનવાન છે, ખરેખે તેના પાદડાનું સ્વરૂપ અને તેના રંગના આધાર પર ઘરમાં ધનની આવક ઘટતી અને વધતી રહે છે. એવી માન્યતા છે કે મની પ્લાન્ટ જેટલુ વધે છે તેટલી જ ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.આજે અમે આપને જણાવીશું કે, ઘરની કઇ દિશામાં આ વેલ રાખવી જોઈએ.

વાસ્ત્રુ શાસ્ત્ર પ્રમાણે મની પ્લાન્ટને ભૂલથી પણ ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી નહી. જો તમે આ દિશામાં મની પ્લાન્ટ મુક્યો છે તો ધન લાભની જગ્યાએ તમને ભારે નુકસાન ભોગવવું પડી શકે છે. મની પ્લાન્ટને પૂર્વ-પશ્ચિમની દિશામાં પણ મુકવો જોઇએ નહીં. આ દિશામાં પણ મની પ્લાન્ટ મુકવાથી ધન પ્રાપ્તિની જગ્યાએ નુકસાન ભોગવવું પડી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટ ઉછેરવું શુભ માનવામાં આવે છે. પરંતુ ઘરમાં જ્યારે પણ મની પ્લાન્ટ ઉછેરો તો એ વાતનું ધ્યાન રાખો કે તેની વેલ જમીનમાં ફેલાય નહી. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકે છે.

મની પ્લાન્ટ રોપવાની સૌથી શુભ દિશા દક્ષિણ-પૂર્વની દિશા છે. આ દિશામાં આ છોડ રોપવાથી ક્યારેય પણ ધનની ઉણપ રહેશે નહી અને ઘરમાં સુખ શાંતિ હંમેશા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!