જૂનાગઢ ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુ આજે બ્રહ્મલીન થયા..ઓમ શાંતિ
આજનો દિવસ સોરઠની ધરતી અશુભ બની ગયો! સોરઠના સોરઠના વરિષ્ઠ સંત ભારતી બાપુનો જીવ આજે શિવમાં લિન થઈ ગયો!
આજનો સવારનો સૂરજ ઉગતાં વેંત દુઃખદ સમાચાર મળ્યા કે, ગૃરુ શ્રી મહામંડલેશ્વર વીંશ્વભર ભારતી બાપુ નો દેહ પંચમહાભૂતોમાં વિલિન થઈ ગયો. આ અણધારી વિદાયથી તેમની ખોટ સદાય વર્તાશે સાધુ સમાજમાં શોકની લાગણી વર્તાય ગઈ છે, જ્યારે તેમના ભક્તજનોએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સરખેજના ભારતી આશ્રમ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. પૂ. ભારતી બાપુના નિર્વાણથી તેમના ભક્તો અને અનુયાયીઓમાં અપાર શોકની લાગણી પ્રવર્તી રહી છે. મળતી માહિતી મુજબ બાપુએ ગત મોડી રાત્રે 2.30 વાગ્યાના અરસામાં 93 વર્ષની જૈફ વયે અંતિમ શ્વાસ લીધા હતા આજે 9 : 30 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહ દર્શનાર્થે રાખ્યો.
ભારતી બાપુ નો જન્મ 1 એપ્રિલ 19930માં અમદાવાદનાં અરણેજ ગામમાં થયો હતો અને તેમને પૂર્વાશ્રમ એકવા 13 લોકો જીવ જાતા જોઈને સંસારનો ત્યાગ કર્યો.વનથલ નિવાસી લાલજી મહરાજ સંગમાં વૈરાગ્ય રંગ લાગ્યો અને અલ્હાબાદમાં 1965માં સૂર્યપ્રકાશજી મહારાજે દીક્ષા આપી અને 1993માં તેઓ મહામંડલેશ્વર બન્યા અને ત્યારથી લઈને અત્યાર સુધી શિવરાત્રીના પર્વમાં રવેડીમાં દત્તાત્રેય પાલખી પછી તેમની પાલખી હોય છે. તેઓ અનેક જીવો માટે કલ્યાણકારી બન્યા છે. આજે અનેક રાજનેતા સહિત તમામ લોકોએ શ્રધાંજલિ પાઠવી જેમાં મોદીજીએ પણ કહ્યું.
જૂનાગઢ ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજનો ઉપદેશ આપણને કાયમ પ્રેરણા આપતો રહેશે. એમના લાખો સેવકોને મારી સાંત્વના. ઈશ્વર એમના આત્માને શાંતિ પ્રદાન કરે. ૐ શાંતિ…!!