Gujarat

જેમની ભક્તિથી સાગળપુરમાં કષ્ટભંજનદેવ બિરાજમાન છે, તે સંત કોણ હતા જાણો.

લાખો ભાવિભક્તોનું આસ્થાનું કેન્દ્ર એટલે લોકોના કષ્ટદુર કરનાર કષ્ટભંજનદેવ હમૂમાનજી! અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધાનું આ પવિત્ર ધામ જ્યાં બિરાજમાન મૂર્તિમાં જેણે પ્રાણ પૂર્યા એવા સ્વામી વિશે આપણે જાણીએ.એ વાત આપણે જાણીએ  છે કે,  ભગવાન સ્વામિનારાયણના પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજી પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ.

ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યુ. તે વખતથી આ  મંદિરમાંભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.

જન્મ સંવત ૧૮૩૭ મહા સુદ ૮ ને સોમવારના રોજ સાબરકાંઠા જિલ્લાના ભિલોડા  તાલુકાના ટોરડા  ગામમાંમોતીરામ અને જીવીબાને ત્યાં થયો હતો.તેમનું નામ ખુશાલ ભટ્ટ રાખવામાં આવ્યું. બાલ્યાવસ્થામાં જ તેઓ અનેક ચમત્કારો બતાવતા. ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામ શામડાજીના સખા હતા. શામળાજી તેમની સાથે રમવા આવતા એવો ઇતિહાસ મંદિરના રેકર્ડમાં નોંધાયેલો છે.

ખુશાલ ભટ્ટ વિદ્યાભ્યાસમાં ખુબ જ તેજસ્વી હતા ટુંક સમયમાં વેદ-વેદાંતનો અભ્યાસ પૂર્ણ કરીને પાઠશાળા સ્થાપી. બાળકોને બ્રહ્મવિદ્યાનું શિક્ષણ આપ્યું, યોગવિદ્યા પણ શિખવતા, સમાધિ પણ કરાવતા, કોઇના અહંનો ઇલાજ પણ કરતા,વરસાદ વરસાવતા અને મંત્ર તંત્રના ઓથે લોકોને ભરમાવનારાની સાન પણ ઠેકાણે લાવતા.

તેથી તેઓ એક મહાન સમર્થ પુરુષ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છતા તેમને મન પ્રગટ ભગવાનને મળવાની તીવ્ર તમન્ના હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સર્વેશ્વરાનંદ સ્વામીનો સમાગમ થયો. પુર્વની પ્રીત જાગી,ભગવાનને મળવાની લગની લાગી. જેતલપુર આવીને ભગવાન સ્વામિનારાયણને મળ્યા. સંસ્કૃત વિદ્યાના વિશેષ અભ્યાસ માટે મુક્તાનંદ સ્વામી સાથે રહ્યા.

આ સ્વામીજીને ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં ૧૮૬૪ ના કારતક વદ ૮ ના રોજ ભાગવતી દિક્ષા આપી અને ખુશાલ ભટ્ટ હવે ગોપાળાનંદ સ્વામી બની ગયા તેમણે જ્યાં સુધી આ ભુ લોકમાં રહ્યા ત્યારે તેમણે સૌ જીવોનું કલ્યાણ કર્યું અને તેમનું ઉત્તમ ઉદાહરણ છે, કષ્ટભંજન દેવ.તેમના પ્રતાપે આજે સાગળપુરમાં બિરાજમાન દેવ ભક્તોનાં દુઃખ દર્દ દૂર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!