જે આવે ને જાય અમને કાઈ ફર્ક પડવાનો નથી : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે
ગુજરાત મા હાલ મોટી રાજકીય હિલચાલ જોવા મળી રહી છે અનેક મોટા માથા ઓ આમ આદમી પાર્ટી મા જોડાયા છે જયારે અલગ અલગ સમાજ ની બેઠકો મળી રહી છે. અને આ બધુ 2022 ની ચુંટણી અને સત્તા માટે થય રહ્યુ છે. આજે મહેશ સવાણી ના આમ આદમી પાર્ટી મા જોડાયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ નુ નિવેદન સામે આવ્યુ છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની 6.30 કરોડની વસ્તી છે. તેમાં કોઈ પણ નાગરિક કોઈ પણ પક્ષમાં જોડાઈ શકે છે. કોઈ પણ પક્ષની વિચારધારા સાથે જોડાઈ શકે છે. પણ મોટો ફરજ આપણા દેશમાં રાજકીય પક્ષોનો નથી પણ પક્ષ દ્વારા પ્રજા સાથેનો સંપર્ક, પ્રજાનો પ્રેમ અને વિશ્વાસ જીતવાનું કામ અને ખાસ કરીને અમારા ભાજપ પક્ષે કેન્દ્રની નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારે દેશના વિકાસ માટે ગુજરાતના વિકાસ માટે, દરેક વર્ગ અને સમાજના વિકાસ માટે, દેશની સુરક્ષા અને ગૌરવ માટે કામ કર્યું છે. છેલ્લા 25 વર્ષથી ગુજરાતની ભાજપ સરકારે ગુજરાતનો જનતાનો પ્રેમ અને વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે.
કરોડો નાગરીકો 25 વર્ષથી ગુજરાત સરકારની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, નગરપાલિકા, જિલ્લા પંચાયત કે, તાલુકા પંચાયતની ચૂંટણી હોય આ બધી જ ચૂંટણીઓમાં ગુજરાતની પ્રજાનો પ્રેમ અને આશીર્વાદ ભાજપને મળી રહ્યા છે. ત્યારે બીજા કોઈ પણ આવે કે જાય એને અમે બોવ મહત્ત્વ આપતા નથી. મહત્ત્વ પ્રજા અને તેમની સાથેના સંપર્કથી છે. કોરોનાની મહામારી હોય કે, હમણા આવેલું વાવાઝોડું હોય, ખેડૂતોના પ્રશ્નો કે, વિદ્યાથીઓના પ્રશ્નો હોય, બધી જ બાબતમાં અમારી ભાજપની સરકાર, નેતા, કાર્યકર્તા અને હોદ્દેદારો અવિરત પ્રજાની વચ્ચે રહે છે અને મદદરૂપ થાય છે. એટલે થોડા ઘણા લોકો આ પક્ષમાંથી નવા પક્ષમાં જાય, કોઈ નવો પક્ષ આવે કે જાય તે મહત્ત્વનું નથી. જે પક્ષમાં કોઈએ જોડાવાની વાત છે તે પક્ષ આખા ભારતમાં એક શહેર પૂરતો માર્યાદિત છે. તે માર્યાદિત શહેરમાં તેમની કામગીરી કરે છે.
ફક્ત ખોટો પ્રચાર કરીને આ પક્ષ ચાલે છે. આ પક્ષ કેટલા ખોટા ખર્ચ કરીને ચાલે છે તેનું ઉદાહરણ પણ મારે આપવું છે. દિલ્હીમાં જ્યારે ટેન્કરની જરૂરિયાત હતી ત્યારે આ પક્ષે ગુજરાતમાં આવીને પબ્લીસીટી કરવા માટે ટેન્કર જેવી વસ્તુ ભાડે લેવાની છે તેના માટે ગુજરાતમાં જાહેર ખબર આપી. તેવી સરકાર દિલ્હીની જનતાના કરવેરાના પૈસાથી ખોટી જાહેરાતો આપી, મોટી મોટી પબ્લીસીટી કરીને પૈસા બગાડે છે. તેની સામે ગુજરાત સરકાર એક-એક પૈસો ગુજરાતની જનતાના હિત માટે વાપરે છે. કોઈ પણ પક્ષ આવે કે જાય તેમાં ગુજરાતની જનતાને કોઈ ખબર પડતી નથી અને પડવાની નથી. કારણ કે, પ્રજા ભાજપને ઈચ્છે છે. પ્રજા દેશ ભક્ત છે.
આ ઉપરાંત તેવો એ જણાવ્યું હતુ કે “પાટીદાર આંદોલન ખૂબ જ મોટું હતું. તે સમયે બધા પક્ષોએ ભાજપ વિરુદ્ધ અપપ્રચાર કરેલો. મારા સહિત અનેક નેતા અને કાર્યકર્તાઓ વિષે જાહેરમાં અપપ્રચાર કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી સહિતના નેતાઓ અપપ્રચાર કરી ચૂક્યા હતા. છતાં પણ ગુજરાતની જનતાએ ભાજપ પર વિશ્વાસ કર્યો હતો અને વર્ષ 2017માં લોકોના આશીર્વાદથી અમે ભાજપની સરકાર બનાવી ચૂક્યા છીએ. દરેક વખતે વિપક્ષો અપપ્રચાર કરે છે. હજુ પણ જે આવેને જાય અમને કોઈ ફરક પાડવાનો નથી. આવનારી 2022ની ચૂંટણીમાં ગુજરાતની જનતા ભાજપને જંગી બહુમતીથી સરકાર બનાવવા માટે આશીર્વાદ આપશે.”