જોડીયા ભાઈ વિખુટા પડ્યા, એક ભાઈ ની અણધારી વિદાય થી પરીવાર મા માતમ છવાયો.

હાલમાં સમય એવો છે કે, જ્યાં જુઓ ત્યાં અકસ્માત સર્જાયો છે. વડોદરાનાં યુવકનું અકસ્માતમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકનું ટ્રકની અડફેટે મોત થયું હતું. ઘટનાની કરૂણતા એ છે કે મૃતકનો એક જોડિયો ભાઇ પણ છે. આમ અકસ્માતે બે જાડિયા ભાઇઓની જોડીને તોડી નાખી છે,ખરેખર ઈશ્વર ક્યારે શું કરે કોઈ જાણતું નથી.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વડોદરા શહેર નજીક આવેલી L&T કંપનીમાં નોકરી કરતો વિપુલ ઘનશ્યામભાઇ ભાલીયા(ઉ.24), આજે શુક્રવારે વહેલી સવારે ઘરેથી નોકરી જવા એક્ટિવા લઇને નીકળ્યો હતોય સવારે 7 વાગ્યાની આસપાસ કાશીદા પાર્ટી પ્લોટની સામે આવેલા આજવા બ્રિજ પરથી પસાર થતી વખતે પાછળથી આવી રહેલા ટ્રકે વિપુલને અડફેટે લીધો હતો અને યુવાનના પેટ અને માથાના ભાગે ટ્રકના ટાયર ફરી વળ્યા હતા.

વિપુલનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. યુવકનું મોત થઇ જતા ટ્રક ચાલક તેનો ટ્રક છોડીને ફરાર થઇ ગયો હતો. અકસ્માતથી વિપુલનું મોત થઇ જતા ભાલીયા પરિવારના બે જોડિયા ભાઇઓમાંથી એકનું મોત થઇ જતા સમગ્ર પરિવારમાં શોકમાં ગરકાવ થઇ ગયો છે. અકસ્માતની જાણ થતાં બાપોદ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.ભગવાન આ યુવાનની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *