Health

જો તમને આવા લક્ષણો દેખાય તો સાવચેત થઈ જજો!.તમને કોરોના સિવાય આ બીમારી થઈ શકે છે.

હાલમાં કોરોનાનો કહેર એવો વર્તાયો છે!  દરેક લોકો આ મહામારીના શિકાર થઈ ગયા છે અને દિવસે ને દિવસે લોકો મરી રહ્યા છે ત્યારે આ રોગમાં બીજો એક રોગ જોવા મળે છે જેને ન્યુમોનિયા તરીકે ઓળખાય છે ચાલો અમે આપને જણાવીએ કે આ રોગના લક્ષણો શું છે અને કેવી રીતે તમે ખબર પડી જશે !

કોરોનાની બીજી લહેર-નવો સ્ટ્રેન જે દર્દીઓને પોતાના શિકાર બનાવી રહ્યો છે, એ દર્દીઓ કોવિડ ન્યુમોનિયાનો શિકાર હોવાનું પણ જાણવ મળે છે.સામાન્ય રીતે કોવિડ ન્યુમોનિયા અને સામાન્ય ન્યુમોનિયા સમાન જ હોય છે. પણ જે લોકોને કોવિડ ન્યુમોનિયા થાય છે. એમના બંને ફેફસામાં ઈન્ફેક્શન લાગી જાય છે. જ્યારે સામાન્ય ન્યુમોનિયામાં દર્દીને મોટાભાગે એક જ ફેફસામાં ઈન્ફેક્શન લાગે છે.

કોવિડ ન્યુમોનિયાની ઓળખ ડૉક્ટર સિટી સ્કેન અને એક્સ-રેની મદદથી કરી લે છે. કોવિડ ન્યુમોનિયાના લક્ષણ સામાન્ય ન્યુમોનિયા જેવા જ હોય છે. જેમાં તાવ, ઠંડી લાગવી અથવા ગળામાં ખરાશ થવી, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુઃખાવો આ ઉપરાંત, શરીરમાં નબળાઈ લાગે છે. શ્વાસ લેવામાં મુશ્કેલી પડવી એ સૌથી ગંભીર લક્ષણ છે. ચહેરાનો રંગ બદલવા લાગે અથવા હૃદયમાં ફેરફાર થતો જણાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

કોવિડ ન્યુમોનિયા થવાનું જોખમ સૌથી વધારે એ લોકો પર છે જેમની ઉંમર વધારે છે અથવા 65 વર્ષથી વધારે છે. મેડિકલ સ્ટોફ થવાની શક્યતા વધારે હોય છે. જે વ્યક્તિ ફેફસાની બીમારીથી પીડિત છે, અસ્થમા અથવા દિલની બીમારીથી પીડિત છે, લીવર તેમજ ડાયાબિટીસના દર્દીઓ, કેન્સરના દર્દીઓ તેમજ એઈડ્સ પીડિત તથા મેદસ્વીતા ધરાવતા લોકોમાં એનુ જોખમ સૌથી વધારે છે. આ ઉપરાંત જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે એમના ઉપર પણ આ જોખમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!