Sports

ટિમ ઇન્ડિયાનાં ક્રિકેટરનાં પિતાનું થયું દુઃખદ નિધન.

કોરોના લીધે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, સાથો સાથ અનેક કલાકારો તેંમજ જાણીતા વ્યક્તિઓ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે ફરી એકવાર ક્રિકેટજગતમાં શોકમય વાતાવરણ છવાઈ ગયેલું છે.

ટીમ ઇન્ડિયાના તેજ બોલર ભુવનેશ્વર કુમારના પિતા કિરણ પાલ સિંહનું નિધન થયું છે. ભુવનેશ્વર કુમારના પિતા કિરણ પાલ સિંહે મેરઠસ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. કિરણ પાલ સિંહ છેલ્લા આઠ મહિનાથી લિવરના કેન્સરથી પીડિત હતા. કિરણ પાલ સિંહની ઉંમરે 63 વર્ષના હતા.

કિરણ પાલ સિંહના પરિવારમાં ઇન્દ્રેશ દેવી, પુત્ર ભુવનેશ્વર અને પુત્રી રેખા પણ સામેલ છે. અહેવાલ મુજબ ભુવનેશ્વર કુમારને ગયા વર્ષે તેના પિતાની બીમારી વિશે માલૂમ પડ્યું હતું, એ વખતે ભુવી યુએઈમાં સનરાઇઝર્સ હૈદરાબાદની તરફથી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો હતો.ભુવનેશ્વર કુમારની ઇગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ માટે પસંદગી નહોતી કરવામાં આવી, પરંતુ શ્રીલંકાની સામે જુલાઈમાં લિમિટેડ ઓવર સિરીઝમાં તક મળે એવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!