Gujarat

ટ્રાફીક પોલીસ ક્યારે પણ ના કાઢી શકે ગાડી ની ચાલી , જાણી લો વાહન એ લગતા આ ખાસ નિયમો

ટ્રાફિક સિગ્નલ દરમિયાન અથવા કોઈપણ હાઇવે પર બાઇક અને કારની ચેકીંગ દરમ્યાન ઘણી વખત ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરે છે. મોટાભાગના લોકોને તેમના હકની જાણકારી હોતી નથી. કેટલીકવાર તે બાબત ઝગડા માં ફેરવાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમારા તે અધિકાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે કદાચ જાણતા પણ ન હોવ.

ઘણી વાર તમે જોયું જ હશે કે ટ્રાફિક પોલીસ તમારી કાર અથવા બાઇકની ચાવી લઇ લે છે, જ્યારે ટ્રાફિક પોલીસને ચાવી કાઢવાનો કોઈ અધિકાર નથી. કેટલીકવાર ટ્રાફિક કોપ્સ તમારા વાહનના ટાયરની હવાને પણ કાઢતા હોય છે. આ કરવાનું સંપૂર્ણપણે ખોટું છે. જો કોઈ ટ્રાફિક પોલીસ આ કામ કરતો જોવા મળે છે, તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે.

કાયદાના નામે લોકો સાથે ટ્રાફિક પોલીસ અનેક વખત ગેરવર્તન કરે છે, તેમ જ તેમનો દુર્વ્યવહાર કરે છે આવી સ્થિતિમાં, તમે તેની સામે ફરિયાદ કરી શકો છો કારણ કે પોલીસ કર્મચારીને કોઈ પણ ડ્રાઇવર સાથે ગેરવર્તન અથવા માર મારવાનો અથવા દુરુપયોગ કરવાનો અધિકાર નથી.

આ તમામ બાબત મા કેસ કે કાનુની કાર્યવાહી થાય તો જો તમે ગરીબી રેખાની નીચે એટલે કે બી.પી.એલ., સ્ત્રી કે અપંગોની નીચે હોવ તો તમને મફત કાનૂની સહાય મળશે. તેની સહાયથી, પોલીસકર્મી સામે તમારી નાગરિક અને માનવાધિકારના ભંગનો કેસ દાખલ કરી શકો છો એવી અપેક્ષા છે કે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવશે અને તેને બચાવનારા ઉચ્ચ અધિકારીઓ પાસેથી જવાબ પણ માંગવામાં આવશે. પોલીસ કર્મચારીઓએ હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે મોટર વાહન અધિનિયમ તેમને અપરાધ કરવાનો અધિકાર આપતો નથી. તેઓ ફક્ત ચાલન કાપી શકે છે અને વાહન જપ્ત કરી શકે છે.

કોઈ પોલીસ કર્મચારી પોતાનો હાથ ઇશારો કરીને વાહનને રોકી શકે છે, તપાસ કરી શકે છે, જો કોઈ ડ્રાઈવર પોલીસ કર્મચારીએ આપેલા ઇશારા પર પોતાનું વાહન બંધ ન કરે તો તેની સામે યોગ્ય પગલા ભરવાનો તેને અધિકાર છે. પરંતુ પોલીસ કર્મચારી કોઈ પણ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કરી શકે નહીં અથવા મારપીટ કરી શકે નહીં. પોલીસ કર્મચારીને વાહનનું પ્રદૂષણ સ્તરનું પ્રમાણપત્ર (પીયુસી) તપાસવાનો અધિકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!