ટ્રેનીંગ મા પહેરવા શુઝ પણ નહોતા, મેચ જોવા માટે ટીવી પણ નોહતુ, ને IPL ની પ્રથમ મેચ મા જ ધુમ મચાવી દીધી ચેતન સાકરિયા એ
કેહવાય છે ને મંઝીલ ઉન્હી કો મિલતી હૈ જીનકે સપનો મે જાન હોતી હૈ ,પંખો સે કુચ નહી હોતા હોસલો સે ઉડાન હોતી હૈ.
આ વાત ભાવનગર ના ચેતન સાકરિયા એ સાર્થક કરી ને બતાવી છે અનેક મુશ્કેલી ઓ નો સામનો કરી કરી ને જયારે તે આઈપીએલ મા પહોંચ્યો ત્યારે તેમે સૌ કોઈ ના દિલ જીતી લીધા. પોતાની પ્રથમ મેચ મા જ ત્રણ નિકેટ લઈને જોરદાર પ્રદર્શન દેખાડુયુ.
મુળ ભાવનગર ના વરતેજ ના વતની ચેતન સાકરિયા સફળતા ની કહાની ઘણી પ્રેરણા દાયિ રહિ છે. ગરીબ ઘર મા જન્મ થયેલ કોળી ચેતન સાકરિયા એ ઘર ની જવાબદારી પુરી કરવા પાર્ટ ટાઈમ નોકરી પણ કરી છે અને તેમ ના પિતા ટેમ્પો ચલાવે છે. આ ઉપરાંત આઈપીએલ મા પહોંચ્યા પહેલા તેણે ઘણી અગ્ની પરીક્ષાઓ આપવી પડી હતી. Espn ના અહેવાલ મુજબ ચેતન જયારે સૌયદ મુસ્તાક અલી ટ્રોફી મા રમી રહ્યો હતો ત્યારે તેમના નાના ભાઈનું મૃત્ય થયુ પરંતુ આ બાબત શરુવાત તેમ ના પરીવારે તેને જણાવી ન હતી. તેના પરફોર્મન્સ અસર ના પડે તે માટે.
આમ છતા એક થોડા દીવસ બાદ જણાવતા તે ઘણો દુખી થયો હતો અઠવાડીયા સુધી જમવાનું ટાળ્યુ હતુ. આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ચેતન સાકરિયા પાસે ટ્રેનીંગ મા પહેરવા શુઝ પણ નહોતા અને તેના ઘરે શરુવાત મા ટીવી પણ નોહતુ 5 વર્ષ સુધી તે મેચ જોવા મિત્ર ના ઘરે જતો.
આપને જણાવી દઈ એ કે ચેતન સાકરિયા હાલ રાજસ્થાન રોયલ ની ટીમ મા જે અને 1.20 કરોડ મા વેચાયો હતો. ચેતન ની બેસ પ્રાઈઝ માત્ર 20 લાખ હતી.